Gandhinagar: કેબિનેટની બેઠકમાં બજેટ અને ખેડૂતોના પ્રશ્ન તેમજ જળસંચય અને અટલ ભુજલ યોજના અંગે ચર્ચા

બેઠકમાં ખાસ તો આગામી બજેટ તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગેની  ચર્ચા વણી લેવામાં આવશે. સાથે જ આગામી ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા રાજ્યમાં પાણી, ઘાસચારો, જળસંચય અને અટલ ભુજલ યોજના અંગે પણ ચર્ચા થશે.

Gandhinagar:  કેબિનેટની બેઠકમાં બજેટ અને ખેડૂતોના પ્રશ્ન  તેમજ જળસંચય અને અટલ ભુજલ યોજના અંગે ચર્ચા
ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક
| Edited By: | Updated on: Feb 22, 2023 | 11:24 AM

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક  મળી છે  અને કેબિનેટની બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થઈ રહીછે.  બેઠકમાં ખાસ તો આગામી બજેટ તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગેની  ચર્ચા વણી લેવામાં આવશે. સાથે જ આગામી ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા રાજ્યમાં પાણી, ઘાસચારો, જળસંચય અને અટલ ભુજલ યોજના અંગે પણ ચર્ચા થઈ શકે છે. તે ઉપરાંત રાજ્યના વિવિધ સેક્ટરમાં થઈ રહેલા રોકાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે આવતીકાલથી રાજ્યમાં ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થઈ રહ્યું છે.   તે અંગે પણ બેઠકમાં ચર્ચા  કરવામાં આવશે.

 

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. માહિતી મુજબ 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે. તો બજેટ પર ચર્ચા અને મતદાન માટે 16 બેઠકો યોજાશે.સરકારી કામકાજ માટે પાંચ બેઠકો મળશે.બજેટ સત્રમાં રોજ પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી રહેશે.

આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. કારણકે તાજેતરમાં જ  વર્ષ 2022ના  ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ હતી અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે. આમ તો ગત વર્ષે પણ કનુ દેસાઇએ જ નાણાંમંત્રી તરીકે બજેટ રજૂ કર્યુ હતુ.  જો કે આ વખતે સ્થિતિ કઇક અલગ હશે. ત્યારે બજેટ માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

વિથ ઇનપુટ , કિંજલ મિશ્રા, ટીવી9 ગાંધીનગર

Published On - 11:11 am, Wed, 22 February 23