પતિએ પત્નીને માર મારીને દહેજની માગણી કરતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

|

Mar 14, 2019 | 2:10 PM

પુરુષ સમોવડી મહિલા ,મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો વચ્ચે પણ આજે મહિલાઓની દારુણ સ્થિતિ છે, 21 મી સદીમાં પણ દહેજનો દાનવ ગમેં તે ઘરમાં પ્રગટ થતો હોય છે.  વારંવાર આવા કિસ્સાઓ સામે આવતાં રહે છે. આરતી પટેલના લગ્ન વર્ષ 2005માં માતર તાલુકાનું વસ્તાણા ગામમાં રહેતા હિતેશ નટુ પટેલ સાથે થયા હતાં.  થોડા સમય સુધી લગ્ન […]

પતિએ પત્નીને માર મારીને દહેજની માગણી કરતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

Follow us on

પુરુષ સમોવડી મહિલા ,મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો વચ્ચે પણ આજે મહિલાઓની દારુણ સ્થિતિ છે, 21 મી સદીમાં પણ દહેજનો દાનવ ગમેં તે ઘરમાં પ્રગટ થતો હોય છે.  વારંવાર આવા કિસ્સાઓ સામે આવતાં રહે છે.

આરતી પટેલના લગ્ન વર્ષ 2005માં માતર તાલુકાનું વસ્તાણા ગામમાં રહેતા હિતેશ નટુ પટેલ સાથે થયા હતાં.  થોડા સમય સુધી લગ્ન જીવન સારી રીતે ચાલ્યા બાદ આરતીના પતિને ગામમાં જ રહેતી અશ્વિની ધર્મેશ પટેલ સાથે પ્રેમ સબંધ બંધાયો હતો.  બાદમાં આરતીના સુખી ઘર સંસારમાં કજિયા ચાલુ થયા હતા ,જોકે આરતીના લગ્ન જીવનમાં બે બાળકોનું આગમન થતા આરતી મૂંગા મોઢે લંપટ પતિને સહન કરી રહી હતી. જોકે દિવસે દિવસે હિતેશએ આરતીને ઘરમાં નાની નાની વાતોએ માર મારવાનું ચાલુ કર્યું હતું અને આરતી પાસે દહેજની માંગણીઓ કરવા લાગ્યો હતો.  જોકે આરતીના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પોતાના સાસરીમાં સુખે દુખે રહેવાનું નક્કી કર્યું હતું.

TV9 Gujarati

પરંતુ થોડા દિવસ પહેલા આરતીનો પતિ હિતેશ તેની પ્રેમિકાના ઘરે રંગેહાથ ઝડપાઈ જતા સમગ્ર મામલાની જાણ થતા આરતીએ પોતાના પતિ હિતેશને ઠપકો આપ્યો હતો.  ઠપકાથી ઉશ્કેરાયી ગયેલા હિતેશે રાત્રીના સમયે આરતીને ઘરમાં ગોંધી પોતાના માતા પિતાની મદદ લઇ એટલી હદે માર મારી હતી કે આરતીને બોલવાના પણ હોશ રહ્યા ન હતા. આટલું જ નહીં બાદમાં આરતી પર કેરોશીન છાંટવામાં આવતા તેણી ગભરાઈ ગયેલી અને પોતાના ઘરમાં બાથરૂમમાં પુરાઈ ગઈ હતી બાદમાં પતિ હિતેશ દ્વારા જ આરતીના પિયરીયાઓને જાણ કરવામાં આવતા આરતીના પિતા અને ભાઈ અને કાકી આરતીની સાસરીમાં પહોચી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ આરતીને લઇ માતર સરકારી દવાખાનામાં સારવાર આપવા લઇ ગયા હતા અને બાદમાં સમગ્ર મામલો લીંબાસી પોલીસ મથકે પહોચ્યો હતો.
પતિ દ્વારા  અત્યંત ક્રૂર રીતે મારવામાં આવતા ભોગ બનનાર આરતીએ સમગ્ર મામલાની લીંબાસી પોલીસ મથકે ફરિયાદ કરી છે ,લીંબાસી પોલીસે આરતીના સાસુ સસરા અને પતિ હિતેશ પટેલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આરતી હાલ એટલું જ બોલી રહી છે કે તેણીને ન્યાય જોઈએ કે બીજું કશું જ નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:05 pm, Thu, 14 March 19

Next Article