Delhi : રેસલર સુશિલ કુમાર ભૂગર્ભમાં ઊતરી ગયો, હત્યા કેસમાં દિલ્હી પોલીસે શરૂ કરી શોધખોળ

ઓલંપિક મેડલ વિજેતા પહેલવાન સુશિલ કુમાર (Wrestler Sushil Kumar) ને આ દિવસોમાં દિલ્હી પોલીસ (Delhi Police) શોધી રહી છે. એક પહેલવાનની હત્યાના મામલામાં પોલીસે હવે સુશિલને શોધવા માટે જોર લગાવ્યુ છે.

Delhi : રેસલર સુશિલ કુમાર ભૂગર્ભમાં ઊતરી ગયો, હત્યા કેસમાં દિલ્હી પોલીસે શરૂ કરી શોધખોળ
Wrestler Sushil Kumar
| Edited By: | Updated on: May 06, 2021 | 4:42 PM

ઓલંપિક મેડલ વિજેતા પહેલવાન સુશિલ કુમાર (Wrestler Sushil Kumar) ને આ દિવસોમાં દિલ્હી પોલીસ (Delhi Police) શોધી રહી છે. એક પહેલવાનની હત્યાના મામલામાં પોલીસે હવે સુશિલને શોધવા માટે જોર લગાવ્યુ છે. દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં આવેલા છત્રસાલ સ્ટેડિયમ (Chhatrasal Stadium) માં બે પહેલવાન જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. જેમાં પાંચ જેટલા પહેલવાનોને ઇજા પહોંચી હતી. જે તમામ ઇજાગ્રસ્ત પહેલવાનોને સ્થાનિક હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જે દરમ્યાન સારવાર હેઠળ રહેલા જહાં સાગર નામના એક પહેલવાનનુ મોત નિપજ્યુ હતુ.

દિલ્હી પોલીસે મોતના મામલાને લઇને ફરિયાદ દર્જ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસ ના જણાવ્યાનુસાર આ જીવલેણ હુમલો પહેલવાર સુશિલ કુમાર, અજય સોનુ, સાગર, પ્રિન્સ અને અમિત સહિતના અનેક પહેલવાનો વચ્ચે થઇ હતી. જે દરમ્યાન પોલીસની પ્રાથમિક તપાસમાં સાક્ષીઓના નિવેદન બાદ એફઆઇઆરમાં પહેલવાન સુશીલ કુમારનુ પણ નામ ઉમેરવામાં આવ્યુ છે. જેને લઇને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દિલ્હી પોલીસ દ્રારા સુશિલ કુમાર અને બાકીના આરોપીને પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ માટે અનેક સ્થળો પર દરોડા પણ પાડવામાં આવ્યા છે. પોલીસના અધિકારીઓનુ કહેવુ છે કે, સુશિલ ના હાથ લાગવા બાદ જ તપાસમાં આગળ ખુલાસો થઇ શકે એમ છે. શરુઆતની તપાસમાં જ જાણકારી મળી છે કે, સાગર નામ નો પહેલવાન પોતાના મિત્રો સાથે છત્રસાલ સ્ટેડિયમની પાસે મોડલ ટાઉનમાં એક મકાનમાં જ રહેતો હતો.

તો વળી મળતી જાણકારી મુજબ તકરારનુ કારણ પણ પ્રોપર્ટી જ હોવાનુ માનવામાં આવે છે. તેના બાદ બંને જૂથો વચ્ચે ખૂબ મારપીટ પણ થઇ હતી અને ફાયરીંગ પણ કરવામા આવ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે થી એક કાર અને એક લોડેડ ડબલ બેરલ બંદુક પણ મેળવી છે. ઉલ્લેખનીય છે કે, પહેલવાનો ના જૂથો પર પ્રોપર્ટીને લઇને આ પહેલા પણ ઘર્ષણ સર્જવાના આરોપ લાગી ચુક્યા છે.