Dahod : ચણાસર ડેમમાં નાહવા પડ્તા 1 વિદ્યાર્થીનું મોત, 24 કલાક બાદ પણ લાશની શોધખોળ, જુઓ Video

|

Jan 25, 2023 | 9:39 AM

દાહોદની આઇ.પી.મીશન હાઇસ્કુલમા ધોરણ- 10મા અભ્યાસ કરતો યશ તેના અન્ય મિત્રો સાથે ડેમ પર ફરવા ગયો હતો. મિત્રો સાથે યશ ડેમમાં નાહવા પડ્યો હતો ત્યારે પાણીમાં ડૂબીને તેનું મોત થયું હતું.

રાજ્યમાં ડેમમાં ડૂબવાની ઘટના સામે આવી છે. દાહોદના ચણાસર ડેમમાં નાહવા ગયેલા વિદ્યાર્થીનું ડૂબવાથી મોત થવાની ઘટના સામે આવી છે. દાહોદની આઇ.પી.મીશન હાઇસ્કુલમા ધોરણ- 10મા અભ્યાસ કરતો યશ તેના અન્ય મિત્રો સાથે ડેમ પર ફરવા ગયો હતો. મિત્રો સાથે યશ ડેમમાં નાહવા પડ્યો હતો ત્યારે પાણીમાં ડૂબીને તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતાં. ઘટના બન્યાના 12 પછી પણ યશની લાશ ન મળતા બરોડાથી NDRFની ટીમ બોલાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Video : દાહોદ ધાનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી એક માસના બાળકનું અપહરણ, અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો દાખલ

બરોડાથી બોલાવવામાં આવેલી NDRFની ટીમે 24 કલાકની તપાસ કર્યા પછી પણ વિદ્યાર્થીની લાશ ન મળતા મૃતકના પરિવારની ચિંતામા વધારો થયો છે. NDRFની ટીમ સાથે Tv9 સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે ડેમમાં મૃતદેહને શોધવા માટે ડીપ ડાઇવ સેટ, અંડર વોટર સર્ચીંગ કેમેરા સહીતની સાધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે છતા પણ હજી લાશ મળી નથી. આ બાબતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યાં છે.

Next Video