
શેર વિભાજન ઉપરાંત, કંપનીએ બોનસ શેર જારી કરવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે બોર્ડે 1:1 રેશિયોમાં બોનસ શેર આપવાનો પણ નિર્ણય કર્યો છે. શેરધારકોને કંપની દ્વારા દરેક શેર માટે એક વધારાનો શેર આપવામાં આવશે. બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ પણ 4 એપ્રિલ, 2024 નક્કી કરવામાં આવી છે.

નાણાકીય વર્ષ 2024 ના ડિસેમ્બર ક્વાર્ટરમાં, આ કંપનીની આવક વાર્ષિક ધોરણે 16% વધીને ₹34.46 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન નફો 73% વધીને રૂ. 5.11 કરોડ થયો છે. કંપનીનો ઓપરેટિંગ નફો પણ વાર્ષિક ધોરણે 132% વધીને ₹12.15 કરોડ થયો છે.