Gujarat : નવી શિક્ષણ નીતિમાં ‘બેગલેસ અભ્યાસ’,ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓને હવે વ્યવસાયિક વિષયોની અપાશે પ્રેક્ટીકલ તાલીમ

આ 10 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શિખશે.

Gujarat : નવી શિક્ષણ નીતિમાં ‘બેગલેસ અભ્યાસ,ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓને હવે વ્યવસાયિક વિષયોની અપાશે પ્રેક્ટીકલ તાલીમ
| Edited By: | Updated on: Dec 28, 2022 | 9:58 AM

રાજ્ય સરકારે નવી શિક્ષણનીતિમાં ધો.6થી 8માં 10 દિવસ બેગલેસ અભ્યાસની શરૂઆત કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ વિદ્યાર્થીઓ 10 દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવશે. અને આ 10 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શિખશે. આ ઉપરાંત બેગલેસ દિવસ દરમિયાન રાષ્ટ્રીય સ્મારકો અને સંગ્રહાયલોની પણ મુલાકાત કરવા માટે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવશે. ગુજરાતમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણનીતિના અમલને લઈને તૈયારીઓ થઈ રહી છે. નવી શિક્ષણનીતિમાં ઓછામાં ઓછા 50 ટકા વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

50 ટકા વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવાનો પ્રસ્તાવ

નવી શિક્ષણનીતિમાં ધો.6ની શરૂઆતમાં જ વ્યવસાયિક વિષયો ભણાવવામાં આવે તે માટે પણ ઉલ્લેખ કરાયો છે. તેવી જ રીતે ધો.6 થી 8ના બાળકોને 10 બેગલેસ દિવસની પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ વ્યવસાયોનું જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. શાળાના સત્રના પ્રથમ ભાગમાં અને સત્રના બીજા ભાગમાં પાંચ-પાંચ દિવસ આ પ્રવૃત્તિનું આયોજન કરી શકાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને મનોરંજક સ્થિતીમાં વિવિધ પ્રવૃત્તિઓ તરફ ઉજાગર કરવાનો છે. શિક્ષક આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકશે. જોકે, વિદ્યાર્થીને કોઈ ગુણ અથવા ગ્રેડ આપવામાં આવશે નહીં. શિક્ષક આંતરિક મૂલ્યાંકન તથા ગોપનીય મૂલ્યાંકન કરી શકે છે અને વિદ્યાર્થીઓ દ્વાર પ્રાપ્ત કરેલા શિક્ષણનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે.