Viral Video: રંગ બદલવામાં કાંચીડાનો કોઈ હરીફ નથી, 45 સેકન્ડમાં બતાવ્યા આટલા રંગો

|

Feb 05, 2023 | 5:05 PM

Viral Video: આ ક્લિપ 45 સેકન્ડની છે જેમાં એક વ્યક્તિએ ટેપની મદદથી 5 અલગ-અલગ રંગના સ્ટ્રોમાંથી એક લાકડી બનાવી છે. કાંચીડો આ લાકડી પર ચઢવા લાગે છે. સ્ટ્રોનો રંગ બદલાતાની સાથે જ કાંચીડો પણ તેનો રંગ બદલી નાખે છે. તેના કલર ચેન્જની આ સ્પીડ જોઈને ઈન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Viral Video: રંગ બદલવામાં કાંચીડાનો કોઈ હરીફ નથી, 45 સેકન્ડમાં બતાવ્યા આટલા રંગો
Viral Video
Image Credit source: Google

Follow us on

કોઈ વ્યક્તિ થોડા થોડા સમયે પોતાનો મત બદલે ત્યારે લોકો તેને કહે છે કે ‘કાંચીડાની જેમ રંગ બદલે છે’ એક લોકપ્રિય કહેવત છે જે આપણે આપણી આસપાસ વારંવાર સાંભળીએ છીએ અને હા, આ કહેવત ત્યારે વધુ બોલાય છે, જ્યારે પ્રિયજનોનું વર્તન આપણા પ્રત્યે બદલાય છે. ઈન્ટરનેટ પર કાચીડાનો વીડિયો વાઈરલ થયો છે.

જો કે, રંગ બદલવો એ કાંચીડા માટે એક વરદાન છે, જેની મદદથી તે પોતાનું પેટ ભરવા માટે માત્ર શિકાર જ નથી કરતો પણ વિવિધ શિકારીઓથી પણ પોતાને બચાવે છે. પણ કાચીડાની આ શક્તિ માણસોમાં નકારાત્મક રીતે જોવામાં આવે છે. તેથી જ કેટલાક લોકો કહે છે કે આ સજ્જન કાંચીડા કરતા ઝડપથી રંગ બદલે છે. જોકે, સોશિયલ મીડિયા પર એક ક્લિપ ફરતી થઈ રહી છે, જેમાં કાંચીડા 45 સેકન્ડમાં રંગ બદલતો જોઈ શકાય છે.

પ્રકૃતિ જેમ જ રંગ બદલે છે

આ વીડિયો 16 નવેમ્બરે યુટ્યુબ હેન્ડલ videoventure81 દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું કે તે પ્રકૃતિના અલગ અલગ રંગ જેમ રંગ બદલી રહ્યો છે. જાણવા મળે છે કે લગભગ 3 દિવસમાં આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. સમાચાર લખ્યા ત્યાં સુધી આ ક્લિપને અનેક લોકોએ જોઈ છે, જ્યારે અનેક લોકોએ તેને લાઈક કરી છે. એટલું જ નહીં આ ક્લિપ જોયા બાદ મોટી સંખ્યામાં યુઝર્સ ફીડબેક પણ આપી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેમણે માનવીને કાંચીડા કરતા ઝડપથી રંગ બદલતા જોયા છે, જ્યારે કેટલાકે લખ્યું છે કે કુદરતનું સર્જન અદ્ભુત છે.

કાચીડાએ 45 સેકન્ડમાં બદલ્યા 5 રંગ

આ ક્લિપ 45 સેકન્ડની છે જેમાં એક વ્યક્તિએ ટેપની મદદથી 5 અલગ-અલગ રંગના સ્ટ્રોમાંથી એક લાકડી બનાવી છે. કાંચીડો ફક્ત આ લાકડી પર ચઢવા લાગે છે. સ્ટ્રોનો રંગ બદલાતાની સાથે જ કાંચીડો પણ તેનો રંગ બદલી નાખે છે. તેના કલર ચેન્જની આ સ્પીડ જોઈને ઈન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

તેઓ માની શકતા નથી કે કોઈ માત્ર 45 સેકન્ડમાં આટલી વખત રંગ બદલી શકે છે. તેથી જ એક વ્યક્તિએ પૂછ્યું કે આખરે તેનો અસલી રંગ શું છે? તમે આ અંગે શું કહેવા માંગો છો?

Published On - 5:04 pm, Sun, 5 February 23

Next Article