Budget 2021: WORK FROM HOME કરતા લોકો માટે સરકાર જાહેર કરી શકે છે વિશેષ છૂટ

Budget 2021: બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટથી ઉદ્યોગ જગતને ખુબ અપેક્ષાઓ છે. માહિતી છે કે બજેટમાં વર્ક ફ્રોમ હોમ (WORK FROM HOME )કરતા લોકોને ટેક્સમાં છૂટ આપવામાં આવી શકે છે.

Budget 2021: WORK  FROM  HOME કરતા લોકો માટે સરકાર જાહેર કરી શકે છે વિશેષ છૂટ
Budget 2021 - Work From Home
| Edited By: | Updated on: Jan 19, 2021 | 7:57 AM

Budget 2021: બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટથી ઉદ્યોગ જગતને ખુબ અપેક્ષાઓ છે. માહિતી છે કે બજેટમાં વર્ક ફ્રોમ હોમ (WORK FROM HOME )કરતા લોકોને ટેક્સમાં છૂટ આપવામાં આવી શકે છે. ઉદ્યોગને આશા છે કે બજેટમાં આ વખતે નાણાં પ્રધાનનો પિટારો કોર્પોરેટ જગત માટે ખુલશે. ઓટો, સ્ટીલ, કાપડ સહિતના ઘણા ઉદ્યોગોએ બજેટ માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણ સમક્ષ તેમની માંગણી મૂકી છે.

વર્ક ફ્રોમ હોમ કામનો એક પર્યાય બની ચુક્યો છે
એક અહેવાલ અનુસાર સરકાર બજેટમાં ઘરેથી કામ કરતા કર્મચારીઓને રાહત આપી શકે છે. આ પાછળનું તર્ક એ છે કે કર્મચારીઓને કામ કરવા માટે ઇન્ટરનેટ સહિતના ઘણા પ્રકારના ખર્ચ સહન કરવા પડે છે. અનલોક પછી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે, પરંતુ મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે.

કયા ખર્ચમાં કર મુક્તિ મળી શકે?
ઘરેથી કામ કરતી વખતે કર્મચારીઓને હાઈ-સ્પીડ ઇન્ટરનેટ, પાવર બેકઅપ, હોમ-ઓફિસ બનાવવા માટે ખુરશીઓ અને ડેસ્ક, ઇલેક્ટ્રોનિક એસેસરીઝ, એર કન્ડીશનર જેવી વસ્તુઓ પર ખર્ચ કરવો પડે છે. કેટલીક કંપનીઓએ આ માટે તેમના કર્મચારીઓને અલગ ભંડોળ પણ આપ્યું છે. બજેટમાં આવા ખર્ચ માટે હજી સુધી કરમાંથી છૂટ નથી. ઘરેથી કામ ચાલુ રહેવાનું હોવાથી આ ખર્ચ પર છૂટ મળી શકે છે.

બજેટમાં શું જાહેરાત થઈ શકે છે
બજારના નિષ્ણાતો કહે છે કે સરકારે બજેટમાં આ અંગે વિચાર કરવો જોઇએ. બ્રિટન સહિત કેટલાક દેશોમાં કર્મચારીઓ આવા ખર્ચ માટે ટેક્સ છૂટનો ક્લેઇમ કરી શકે છે, જ્યારે ભારતમાં આવી જોગવાઈ નથી. અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર બજેટમાં કેટલાક ખર્ચ પર ટેક્સમાં છૂટ આપવાનું વિચારી શકે છે. આ છૂટ હાલની છૂટ ઉપરાંત હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર ડિડક્શન અંગે ચોક્કસ હદે વિચારી શકે છે.

 

આ પણ વાંચો: INDvsENG: આજે ઇંગ્લેંડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની કરાશે પસંદગી, ખેલાડીઓની ઇજા મુખ્ય પરેશાની