અમદાવાદ મનપાની બે બેઠકોની પેટા-ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, શનિવારે ફોર્મ ભરશે

|

Sep 18, 2021 | 7:17 AM

ભાજપે અમદાવાદના ઇસનપુર વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટિકીટ આપી છે. જ્યારે ચાંદખેડા વોર્ડ માટે રીનાબેન આર. પટેલના નામની જાહેરાત કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકા(AMC)ની 2 બેઠકની પેટા ચૂંટણી(By Polls ) યોજાશે જેના માટે ભાજપે(BJP) ઇસનપુર વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટિકીટ આપી છે. જ્યારે ચાંદખેડા વોર્ડ માટે રીનાબેન આર. પટેલના નામની જાહેરાત કરી છે. ભાજપના બંને ઉમેદવાર શનિવારે  ફોર્મ ભરશે. જ્યારે કોંગ્રેસમાંથી ચાંદખેડા વોર્ડમાં દિવ્યાબેન રોહિતને તો ઇસનપુર વોર્ડના ઉમેદવાર તરીકે ભાવેશ દેસાઈનું નામ જાહેર કરાયું છે.

અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાશે. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ગત ચૂંટણીમાં ચાંદખેડામાં ભાજપમાંથી જીતેલા મહિલા કોર્પોરેટર પ્રતિભા સક્સેનાએ રાજીનામું આપતા જગ્યા ખાલી પડી હતી.

જ્યારે ઇસનપુરના ભાજપના કોર્પોરેટર ગૌતમ પટેલનું અવસાન થતા જગ્યા ખાલી પડી હતી. આ બંને વોર્ડમાં 6 મહિના બાદ ફરી ચુંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાં ચાંદખેડા અને ઇસનપુર વોર્ડમાં આદર્શ આચાર સંહિતા લાગી છે.

જેમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અમિત શાહ, પ્રદેશ મહામંત્રી અને મહાનગરના પ્રભારી પ્રદીપ સિંહજી વાઘેલા, કર્ણાવતી મહાનગરના પ્રભારી ધર્મેન્દ્ર ભાઇ શાહની ઉપસ્થિતીમાં ઈસનપુર વોર્ડના ભાજપના ઉમેદવાર મૌલિક ગૌતમભાઇ પટેલ અને ચાંદખેડા વોર્ડના ઉમેદવાર રીનાબેન આર પટેલ શનિવારે ઉમેદવારી પત્ર રજૂ કરવા જશે.

(૧) ઈસનપુર વોર્ડ:- સવારે ૮.૩૦ કલાકે લેકવ્યુ સોસાયટીના કોમન પ્લોટ, ગોવિંદવાડીની સામે, ઇસનપુરથી રેલી સ્વરૂપે મણિનગર મામલતદારની કચેરી લાલદરવાજા ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરશે.

(૨) ચાંદખેડા વોર્ડ:- સવારે ૧૦.૩૦ કલાકે માતૃશ્રી પાર્ટી પ્લોટ, વિસત- ગાંધીનગર હાઈવે, ચાંદખેડા ખાતેથી કાર્યકર્તાઓ સહિત કલેકટર કચેરી સુભાષ બ્રિજ ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરશે.

આ પણ વાંચો : કચ્છની સરહદ ડેરીએ પીએમ મોદીના જન્મદિને આપી પશુપાલકોને આ ભેટ

આ પણ વાંચો : BANASKANTHA : ભાજપના કિસાન મોરચા દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Published On - 7:13 am, Sat, 18 September 21

Next Video