Manipur : મણિપુરમાં હિંસા ફાટી નીકળેલી હિંસાને બે મહિના થઈ ગયા છે જેમાં 100થી વધુ લોકોઆ હિંસામા મોતને ભેટ્યા છે જે બાદ સતત બેઠકનો દોર ચલાવી મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના વચ્ચે હિંસા ભડકાવનાર કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે મેઇતેઇ અને કુકી સમુદાયો દ્વારા બાંધવામાં આવેલા તમામ બંકરોને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે એ પણ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ બુધવારે ફરીથી ખુલશે. પૂર્વોત્તર રાજ્યમાં 3 મેના રોજ વંશીય અથડામણ શરૂ થઈ ત્યારથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ ગઈ હતી.
મણિપુરમાં હિંસાની ઘટના બાદથી સમગ્ર રાજ્યમાં લોકો ડર વચ્ચે જીવી રહ્યા હતા. જે બાદ સમગ્ર મામલાને જોતા રાજ્યમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી જે બાદ 2 મહિના પછી હવે ફરી શાળાઓ શરુ થવા જઈ રહી છે. ત્યારે મુખ્ય પ્રધાન એન બિરેન સિંહની અધ્યક્ષતામાં યુનિફાઇડ કમાન્ડની પ્રથમ બેઠકમાં સેના, અર્ધલશ્કરી દળો અને રાજ્ય પોલીસના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેડૂતોને વધારાની સુરક્ષા પૂરી પાડવામાં આવશે, જેથી કરીને કૃષિ પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ રહી શકે. રાહત સંબંધિત ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર- 1800 309 0931 પણ જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તરપૂર્વીય રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સેના અને અન્ય કેન્દ્રીય દળોને અનેક જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાં વંશીય સમુદાયો વચ્ચે બે મહિનાની હિંસામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં લોકોના ઘરો હિંસામાં નષ્ટ પામ્યા છે તેમજ ઘરો અને ધર્મસ્થાનો નાશ પામ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બેને ઈજા થઈ હતી. રાજ્યના કેટલાક જિલ્લામાંથી મકાનોને આગ લગાડવાની ઘટનાઓ પણ સામે આવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું, “આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મણિપુરના તમામ બંકરોને નષ્ટ કરવા પડશે. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવશે. કૃષિ હેતુઓ માટે કાંગપોકપી અને ચુરાચંદપુર – પાંચ જિલ્લાઓમાં વધારાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.” જશે.
તમને જણાવી દઈએ કે ગયા મહિને ગૃહમંત્રી અમિત શાહની મણિપુર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી બિરેન સિંહના નેતૃત્વમાં એકીકૃત કમાન્ડ સ્ટ્રક્ચરની સ્થાપના કરવામાં આવી હતી. મણિપુરમાં જાતિય હિંસામાં લગભગ 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. 3000 થી વધુ લોકો ઘાયલ થયા છે.