700 વર્ષ જૂની પરંપરા : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે અશ્વદોડ યોજાઈ

|

Nov 06, 2021 | 10:54 AM

દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 400 જેટલા અશ્વો અને ઊંટ સાથે અસ્વારોએ ભાગ લીધો છે.

BANASKANTHA : બનાસકાંઠામાં ડીસાના મુડેઠા ગામે અશ્વ દોડ યોજાઈ રહી છે .ભાઈ-બહેનના પવિત્ર પર્વ ભાઈબીજના દિવસે મુડેઠા ગામમાં 700 વર્ષથી અશ્વદોડ યોજાય છે.જેને નિહાળવા માટે દૂર-દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો અશ્વ દોડ નિહાળવા આવી પહોંચ્યા છે..આ પ્રસંગે રાજપૂત સમાજના લોકો બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે. અશ્વ દોડ પાછળ વર્ષો જૂનો ઈતિહાસ જોડાયેલો છે. જેના કારણે આજે પણ રાજપૂતોએ પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે.

વર્ષો પહેલા ઝાલોરના રાજાએ મુસ્લિમોના ડરથી પોતાના પંથકમાં દીકરી પરણાવી હતી. જે બાદ આ વિસ્તારના મુડેઠા ગામના દરબાર દ્વારા આ રાજાની દીકરીના ભાઈ બન્યા હતા. આથી રાજાએ તેમને બખ્તર આપ્યું હતું. આ બખ્તર આજે પણ આ દરબાર લોકોના રીતિરિવાજ મુજબ એક વ્યક્તિને પહેરાવી અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં અશ્વો સહીત ઊંટ પણ જોડાય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 400 જેટલા અશ્વો અને ઊંટ સાથે અસ્વારોએ ભાગ લીધો છે. 700 વર્ષ જૂની પરંપરાની આ અશ્વ દોડ
જોવા હજારો લોકોની ભીડ ઉમટી છે.

આ પણ વાંચો : GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભાના ધારાસભ્યોની બેઠક યોજાશે

આ પણ વાંચો : સાબરમતીમાં ગંદકી : દિવાળી આવી અને ગઈ, પણ સાબરમતી નદી સ્વચ્છ ન થઇ

Next Video