કચ્છમાં કોંગ્રેસને ફરી ઝટકો ! અંગત કારણોસર અંજાર તાલુકા પ્રમુખે આપ્યુ રાજીનામુ

|

Dec 19, 2022 | 7:22 AM

અંજાર કોંગ્રેસ તાલુકા પ્રમુખે રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે વર્ષ 2017થી કરશન રબારી કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહ્યાં હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ તુટતી જોવા મળી રહી છે. પરિણામો બાદ સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારીને પ્રભારી રઘુ શર્માએ રાજીનામુ આપી દીધ હતુ. તો હવે કચ્છના અંજારમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. અંજાર કોંગ્રેસ તાલુકા પ્રમુખે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પ્રમુખ કરશન રબારીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે વર્ષ 2017થી કરશન રબારી કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરજ નીભાવી રહ્યાં હતા.

ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનું મંથન

તો બીજી તરફ કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર હારનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપશે. વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસની સમિક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવારો અને ધારાસભ્યો સાથે ચર્ચા બાદ કોંગ્રેસની હારના કારણો સામે આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, કોંગ્રેસનું નબળું સંગઠન અને બુથ સ્તરનું અણઘડ આયોજન હાર માટે જવાબદાર હતું. સાથે જ આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન, ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારના ઓછા સમયને જવાબદાર ઠેરવ્યા છે.

Next Video