અમીરગઢ ચેકપોસ્ટ પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાનું 14 કિલો ચરસ ઝડપાયું

|

Jan 20, 2022 | 6:48 PM

અમીરગઢ ચેકપોસ્ટ પર હિમાચલ પ્રદેશ પાસિંગની કાર પસાર થતા કારને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી, કાર તપાસ કરતા તેમાં 14 કિલો ચરસ મળી આવતા પોલીસે કારચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

બનાસકાંઠા જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવે છે. રાજસ્થાન થી મોટાપાયે દારૂની ઘુષણખોરી તો થાય છે. પરંતુ હવે ગાંજાની હેરફેર પણ વધી છે. ઉત્તર ભારતથી મુંબઈ તેમજ ગોવા સુધી ગાંજાનું મોટું નેટવર્ક ગુજરાતના માર્ગ થકી ચાલી રહ્યું છે. તેને તોડવા માટે હવે બનાસકાંઠા પોલીસ સક્રિય બની છે. અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે બાતમીના આધારે SOG તેમજ અમીરગઢ પોલીસે 14 કિલો 643 ગ્રામ ચરસ કે જેની બજાર કિંમત 1 કરોડ 40 લાખ સાથે આરોપીની અટકાયત કરી છે.

SOG તેમજ અમીરગઢ પોલીસ (police) ને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પર હિમાચલ પ્રદેશ પાસિંગની કાર પસાર થતા કારને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. કાર તપાસ કરતા તેમાં 14 કિલો ચરસ મળી આવતા પોલીસે કારચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ સમગ્ર કાર્યવાહી અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જણાવ્યું હતું કે રાજ્ય બહારની ગાડીઓ ફરજિયાત ચેકિંગ માટે ચેકપોસ્ટ પર પોલીસને સૂચના આપવામાં આવી હતી. જે ચેકિંગ દરમિયાન હિમાચલ પ્રદેશના પાસિંગની ગાડી રોકી તેમાં તપાસ કરતા તેમાંથી ચરસ મળી આવ્યું હતું. કિરણ નેગી નામનો વ્યક્તિ કે જે હિમાચલ પ્રદેશના કુલ્લુનો વતની છે. જેની પ્રાથમિક પૂછપરછ કરતા તે ગાંજાની ખેતી કરે છે અને તેમાંથી બનાવેલું ચરસ તે ગોવા વેચાણ અર્થે જતો હતો.

આ પણ વાંચોઃ વડોદરા : સોખડા હરિધામ વિવાદ મામલે બેઠક યોજાઇ, ત્યાગ વલ્લભ સ્વામીએ તમામ આક્ષેપોને ફગાવ્યા

આ પણ વાંચોઃ Bhuj: કચ્છનો સૌથી મોટો રૂદ્રમાતા ડેમ ઉનાળા પહેલા તળીયા જાટક ખેડૂતો-પશુપાલકો ચિંતીત!

Published On - 5:44 pm, Thu, 20 January 22

Next Video