આજે દેશના લોકો ભીની આંખે પુલવામા હુમલામાં (Pulwama attack) શહીદ થયેલા જવાનોને યાદ કરી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા આ દિવસે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના 20 વર્ષીય આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહન વડે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલો 14 ફેબ્રુઆરી, 2019ના રોજ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર કરવામાં આવ્યો હતો.
પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા હતા. ભારતે આ હુમલાનો જોરદાર જવાબ આપ્યો અને પાકિસ્તાનમાં જૈશના અડ્ડાઓ પર બોમ્બમારો કર્યોહતો. આ હુમલાની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, જણાવી દઈએ કે જૈશના આતંકવાદી હુમલાખોરથી લઈને NIAના ખુલાસા સુધી પાકિસ્તાન આ આતંકવાદી હુમલા વિશે કેટલીક એવી માહિતીને પ્રાયોજિત કરે છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.
1. જૈશ-એ-મોહમ્મદ (JeM) આત્મઘાતી બોમ્બરની ઓળખ આદિલ અહેમદ ડાર (20) તરીકે થઈ છે. આતંકવાદી ડારે પુલવામાના લેથપોરામાં 35-40 CRPF જવાનોને લઈ જતી બસમાંથી એક વિસ્ફોટકો ભરેલી કારને ટક્કર મારી હતી.
2. પુલવામા આતંકી હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ બપોરે 3:15 વાગ્યે થયો હતો. આ દરમિયાન 2500 CRPF જવાનો સાથે 78 બસોનો કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો.
3. આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા અને બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. 15 ફેબ્રુઆરી, 2019 ના રોજ, વિદેશ મંત્રાલયે કહ્યું કે આ હુમલો પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો.
4. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં નિયંત્રણ રેખા(Line of Control) પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો.
5. ઓગસ્ટ 2020 માં પુલવામા આતંકી હુમલાના 18 મહિના પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુની વિશેષ અદાલતમાં 13,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. જેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશના વડા મસૂદ અઝહર સહિત 19 લોકો સામે આતંકવાદી હુમલાની યોજના માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
6. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે આત્મઘાતી બોમ્બર આદિલ અહમદ ડાર 200 કિલો વિસ્ફોટકોથી ભરેલું વાહન ચલાવી રહ્યો હતો. આ બતાવે છે કે આતંકવાદીઓનું કાવતરું મોટા ધડાકાને અંજામ આપવાનું હતું.
7. ચાર્જશીટમાં મસૂદ અઝહર, તેના ભાઈઓ અબ્દુલ રઉફ અને અમ્મર અલ્વી અને તેના ભત્રીજા મોહમ્મદ ઉમર ફારૂકના નામ સામેલ છે. આ આતંકવાદીઓએ 2018માં ભારતમાં ઘૂસણખોરી કરી હતી. હુમલા બાદ સેનાએ દક્ષિણ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં તમામને ઠાર માર્યા હતા.
8. ચાર્જશીટમાં આરોપી 19 લોકોમાંથી 12 કાશ્મીરના રહેવાસી હતા, જ્યારે 7 પાકિસ્તાની નાગરિકો હતા. પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓમાં મસૂદ અઝહર અલ્વી, રઉફ અસગર અલ્વી, અમ્મર અલ્વી, કારી મુફ્તી યાસિર, મોહમ્મદ ઇસ્માઇલ, મોહમ્મદ ઉમર ફારૂક, કામરાન અલીનો સમાવેશ થાય છે.
9. ચાર્જશીટમાં શાકિર બશીર, ઈન્શા જાન, પીર તારિક અહેમદ શાહ, વાઈઝ-ઉલ ઈસ્લામ, મોહમ્મદ અબ્બાસ રાથેર, બિલાલ અહેમદ કુચે, મોહમ્મદ ઈકબાલ રાથેર, સમીર અહેમદ ડાર, આશક અહેમદ નેંગરુ, આદિલ અહેમદ ડાર, સજ્જાદ અહેમદ ભટ અને મુદાસિર.અહેમદ ખાન કાશ્મીરના આતંકવાદી તરીકે હતા.
10. NIAની તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનના શકરગઢ સ્થિત આતંકવાદી લોન્ચ પેડમાંથી આતંકવાદીઓને ભારતીય વિસ્તારમાં મોકલવામાં પાકિસ્તાની અહમ ભૂમિકા હતી.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનના સીઝ ફંડને લઈને અમેરિકાએ લઇ લીધો મોટો નિર્ણય, તાલિબાને ભડકીને કહી દીધું કંઈક આવું
આ પણ વાંચો : સરકારે વધુ 50 ‘ચીની’ એપ્સ કરી બેન!, Gerena Free Fire પર પણ લાગી શકે છે પ્રતિબંધ : રિપોર્ટ
Published On - 10:14 am, Mon, 14 February 22