કોંગ્રેસના ઘોષણાપત્રમાં રાજદ્રોહની કલમનો નાશ કરવાનો અને AFSPAમાં સંશોધનનો કર્યો વાયદો, જાણો 10 મોટી વાતો

|

Apr 02, 2019 | 3:34 PM

કોંગ્રેસે જાહેર કરેલા ઘોષણાપત્ર સમયે  પી ચિદંબરમ, મનમોહન સિંહ, એકે એંટોની અને સોનિયા ગાંધી હાજર રહ્યા હતાં.  ઘોષણાપત્ર જાહેર કરતા મનમોહન સિંહે કહ્યું કે, દેશના દરેક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કોંગ્રેસ પક્ષે ઘણા લોકો સાથે ચર્ચા કર્યા પછી આ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા ઘોષણાપત્રમાં ખેડૂતો, ગરીબો, બેરોજગાર અને યુવાનો […]

કોંગ્રેસના ઘોષણાપત્રમાં રાજદ્રોહની કલમનો નાશ કરવાનો અને AFSPAમાં સંશોધનનો કર્યો વાયદો, જાણો 10 મોટી વાતો

Follow us on

કોંગ્રેસે જાહેર કરેલા ઘોષણાપત્ર સમયે  પી ચિદંબરમ, મનમોહન સિંહ, એકે એંટોની અને સોનિયા ગાંધી હાજર રહ્યા હતાં.  ઘોષણાપત્ર જાહેર કરતા મનમોહન સિંહે કહ્યું કે, દેશના દરેક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કોંગ્રેસ પક્ષે ઘણા લોકો સાથે ચર્ચા કર્યા પછી આ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે.

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા ઘોષણાપત્રમાં ખેડૂતો, ગરીબો, બેરોજગાર અને યુવાનો માટે ઘણા વાયદાઓની સાથે દેશ દ્રોહ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષા દળોને આપવામાં આવેલા વિશેષાધિકાર આપનાર સશસ્ત્ર દળ વિશેષાધિકાર કાયદા(આફસ્ફા)ની કલમને દુર કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના ઘોષણાપત્ર ‘હમ નિભાયેંગે’ માં કહ્યું છે કે, જો પક્ષ સતામાં આવશે તો દેશદ્રોહનો અપરાધને રજૂ કરતી ભારતીય દંડ સંહિતાની કલમ 124એ દૂર કરશે. આ કલમનો ઘણો દુરઉપયોગ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના ઘોષણાપત્ર સાથે જોડાયેસી જાણો 10 મોટી વાતો

1.ઘોષણાપત્રમાં 5 મહત્વના મુદ્દા છે. ન્યાય (લઘુત્તમ આવક યોજના) પ્રથમ મુદ્દો છે. ગરીબોના ખાતામાં 72 હજાર નાખવામાં આવશે. કોંગ્રેસ પક્ષે પહેલી ગેરંટી આપી છે કે, હિન્દુસ્તાનના 20 ટકા ગરીબ પરીવારોને દર મહિને તેમના ખાતામાં સીધા જ પૈસા જશે. દર વર્ષે 72 હજાર રૂપિયા અને 5 વર્ષમાં એક ગરીબ પરીવારને આ યોજના હેઠળ 3.60 લાખ રૂપિયા મળશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2. ખેડૂતો અને ગરીબોના ખીસ્સામાં સીધા પૈસા જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી કરીને જે દેશની અર્થવ્યવસ્થાને નુકશાન કર્યું છે તેને દુર કરશે.

3. બીજો મુદ્દો રોજગારી છે. દેશમાં જે લોકોને રોજગારી નથી મળી. 2 કરોડ બેરોજગાર છે. 22 લાખ સરકારી રોજગારમાં કોંગ્રસ માર્ચ 2020 સુધીમાં ભરશે. 10 લાખ યુવાનોને ગ્રામપંચાયતમાં રોજગારી આપશે.

4. ત્રણ વર્ષ માટે દેશના યુવાનોને વ્યવસાય શરૂ કરવા  માટે મંજૂરી લેવાની જરૂર નથી. જે બિઝનેશ કરવા માગે છે તે કરી શકે છે. તેમના માટે બેન્કના દરવાજા ખોલી દેવામાં આવશે.

5. મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના અધિનિયમ)ને અમે 150 દિવસ સુધી ગેરંટેડ કરીશું. અમે મનરેગાની 100 દિવસ વધારીને 150 દિવસ કરવા માગીએ છીએ.

6. ખેડૂતો માટે એક અલગ બજેટ હોવું જોઈએ. દેશના ખેડૂતોને ખબર હોવી જોઈએ કે તેમને કેટલા પૈસા મળી રહ્યા છે. તેમની MSP(લઘુત્તમ સમર્થન મૂલ્ય) કેટલી વધારવામાં આવી રહી છે.

7. કરોડપતિ બેન્કમાંથી લોન લે છે, પરંતુ દેવું ચૂકવ્યા વગર બચી જાય છે. અમે નિર્ણય લીધો છે કે, ખેડૂત જો દેવું ભરી ન શકે તો તે અપરાધ નહીં ગણવામાં આવે. જ્યારે તે સિવિલ કેસ ગણવામાં આવે.

8. શિક્ષણના ક્ષેત્રમાં અમે નિર્ણય લીધો છે કે, GDP ના 6 ટકા દેશની શિક્ષણ વ્યવસ્થા પર ખર્ચ કરશે. યૂનિવર્સિટી, કોલેજ, IIT અને IIMની બધાની માટે વ્યવસ્થા કરવા માગીએ છીએ.

9. સ્વાસ્થ વ્યવસ્થામાં અમારું કામ પ્રાઈવેટ હેલ્થ ઇન્શ્યોરેંસ પર નહી હોય. તેના સ્થાને અમે સરકારી હોસ્પિટલોને મજબુત કરવાનુ કામ કરીશુ. ગરીબથી ગરીબ વ્યક્તિને સૌથી સારુ સ્વાસ્થ સુવિધા મળે તેવી વ્યવસ્થા કોંગ્રેસની સરકાર આવતા કરશે.

10. કોંગ્રેસ પક્ષ દેશને જોડવાનું કામ કરશે. નૈશનલ અને ઇંટરનલ પોલિસી પર અમારું વધારે ધ્યાન રહેશે. દેશનો મુખ્ય મુદ્દો રોજગારનો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

Published On - 3:24 pm, Tue, 2 April 19

Next Article