World Post Day : ભારતમાં પોસ્ટ સેવાનો ઈતિહાસ 250 વર્ષ જૂનો, જાણો ગુજરાતમાં હાલ કેટલી પોસ્ટ ઓફિસ કાર્યરત

|

Oct 09, 2022 | 12:15 PM

વિશ્વભરમાંથી ભારતમાં સૌથી વધુ 1.50 લાખથી વધુ પોસ્ટ ઓફિસ (Post Office) આવેલી છે.ભારતમાં સરેરાશ 7175 વ્યક્તિએ એક પોસ્ટ ઓફિસ છે. ભારતમાં અંદાજે 19101 પીન કોડ્સ છે.

World Post Day : ભારતમાં પોસ્ટ સેવાનો ઈતિહાસ 250 વર્ષ જૂનો, જાણો ગુજરાતમાં હાલ કેટલી પોસ્ટ ઓફિસ કાર્યરત
વિશ્વ પોસ્ટ દિવસ
Image Credit source: પ્રતિકાત્મક તસવીર

Follow us on

21મી સદીને ટેકનોલોજીનો ( Technology) યુગ માનવામાં આવે છે. આજના સમયમાં આપણે વોટ્સએપ, ફોન, વર્ચ્યુઅલ વર્લ્ડ, ટેલિગ્રામ, ઈમેલ જેવા અનેક માધ્યમોથી એકબીજા સાથે સંપર્કમાં રહીએ છીએ. જો કે એક સમય હતો જ્યારે આપણે પત્રો અને પોસ્ટકાર્ડથી (postcard) લોકો એકબીજાના સંપર્કમાં રહેતા હતા. વાર-તહેવારે એકબીજાને લખાતા પત્રો, પોસ્ટકાર્ડ, પ્રેમ પત્રો, નોકરી માટે કે પોતાની લાગણીઓ રજૂ કરવા માટે વિવિધ માધ્યમોથી મોકલાતા પત્રો ડિસ્ટન્સ રિલેશનનો એક જીવંત અને એકમાત્ર સ્ત્રોત હતો. 9 ઓક્ટોબર એટલે વર્લ્ડ પોસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. ‘વર્લ્ડ પોસ્ટ ડે’ (World Post Day) એટલે દુનિયાભરના પોસ્ટમેન અને પોસ્ટ સેવાઓ સાથે સંકળાયેલા લોકોની કામગીરીને બિરદાવવાનો અનોખો દિવસ. હાલમાં વિશ્વમાં 6.5 લાખ પોસ્ટ ઓફિસો છે અને 53 લાખ લોકો તેમાં કામ કરી રહ્યા છે. ભારતમાં પણ 1.50 લાખ જેટલી પોસ્ટ ઓફિસ કાર્યરત છે.

ભારતમાં પોસ્ટ સેવાનો ઈતિહાસ 250 વર્ષ જૂનો

જાણકારોના મતે ભારતમાં 1766માં સિમિત વિસ્તારોમાં પોસ્ટ વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવા 250 વર્ષ બાદ વિશાળ વટવૃક્ષ બની ગઇ છે. વોરન હેસ્ટિંગ્સ દ્વારા 31 માર્ચ 1774માં કોલકાતા ખાતે પહેલી વખત અધિકારિક પોસ્ટ ઓફિસની સ્થાપના કરાવવામાં આવી હતી. ત્યાં સુધી સિમિત વિસ્તારોમાં સેવાઓ ચાલતી હતી. બીજી તરફ 1854માં મહારાણી વિક્ટોરિયાની તસવીરે ધરાવતી ટપાલ ટિકિટો અસ્તિત્વમાં આવી ગઈ હતી અને તેને ઉપયોગ માટે જાહેર કરી દેવાઈ હતી. ત્યારથી ભારતમાં ટપાલો અને ટિકિટોનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. ઈતિહાસમાં એવા પણ પુરાવા છે કે, ટપાલ સેવાઓની મદદથી જ પત્રો દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાઓ, સામાન્ય લોકો દ્વારા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ઘણી બધી માહિતી અને વસ્તુઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. ભારતની આઝાદીના સંઘર્ષમાં ટપાલ સેવાએ પણ મહત્ત્વનો ફાળો આપેલો છે.

વિશ્વભરમાંથી ભારતમાં સૌથી વધુ 1.50 લાખથી વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે.ભારતમાં સરેરાશ 7175 વ્યક્તિએ એક પોસ્ટ ઓફિસ છે. ભારતમાં અંદાજે 19101 પીન કોડ્સ છે. ગુજરાતમાં કુલ 8801 પોસ્ટ ઓફિસ આવેલી છે. આ પૈકી સૌથી વધુ 580 પોસ્ટ ઓફિસ સાબરકાંઠામાં કાર્યરત્ છે. સૌથી વધુ પોસ્ટ ઓફિસ કાર્યરત્ હોય તેવા જિલ્લામાં ગાંધીનગર 517 સાથે બીજા, કચ્છ 493 સાથે ત્રીજા, સુરત 442સાથે ચોથા અને વડોદરા 421 સાથે પાંચમાં સ્થાને છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતમાં 8801 પોસ્ટઓફિસ

સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કુલ 8801 પોસ્ટઓફિસ હાલમાં કાર્યરત છે. ગુજરાતમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ સાબરકાંઠા જિલ્લામાં 580 આવેલી છે. તો ગાંધીનગરમાં 517, કચ્છમાં 493, સુરતમાં 442, વડોદરામાં 421 પોસ્ટ ઓફિસ આવેલી છે. તો ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદમાં માત્ર 173 પોસ્ટ ઓફિસ આવેલી છે.

Next Article