વિશ્વભરમાં ઘણી ઐતિહાસિક હેરિટેજ ઈમારતો અને સ્મારકો છે જે વર્લ્ડ હેરિટેજ ડે સમયની સાથે જર્જરિત થઈ રહ્યાં છે, લોકો તેમના સંરક્ષણ અને પુનરુત્થાન વિશે જાગૃત થાય તે માટે દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day)ની ઉજવણી કરવામાં આવે છે, જેથી આવનારી પેઢીને તેમનું મહત્વ અને ઈતિહાસ જણાવી શકાય.દર વર્ષે 18 એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે.
તાજમહેલમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે, જ્યારે પ્રવાસીઓને સ્મારકમાં નિશુલ્ક પ્રવેશ મળશે, પરંતુ મુખ્ય સમાધિની મુલાકાત લેવા માટે તેમણે 200 રૂપિયાની વધારાની ટિકિટ લેવી પડશે. 18 નવેમ્બરે તાજમહેલની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓએ 50 રૂપિયાની ટિકિટ અને વિદેશી પ્રવાસીઓએ 1,100 રૂપિયાની ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં. તાજમહેલમાં, ડિસેમ્બર 2018 થી, ભીડ વ્યવસ્થાપન માટે મુખ્ય ગુંબજ પર 200 રૂપિયાની વધારાની ટિકિટ લાગુ કરવામાં આવી હતી. અગાઉ જ્યારે પણ તાજમહેલમાં પ્રવાસીઓની એન્ટ્રી ફ્રી કરવામાં આવતી ત્યારે પ્રવાસીઓને રૂ.200ની વધારાની ટિકિટ ખરીદવી પડતી ન હતી. આ વખતે, મુખ્ય સમાધિમાં સ્થિત શાહજહાં અને મુમતાઝની કબર ધરાવતા રૂમમાં વધારે ટ્રાફિક ન થાય તે માટે 200 રૂપિયાની રહેશે.
વર્લ્ડ હેરિટેજ વીકમાં 19 થી 25 નવેમ્બર દરમિયાન સ્મારકો પર કાર્યક્રમો જોવા મળશે. તે 19 નવેમ્બરે આગ્રા કિલ્લાના દીવાન-એ-આમ ખાતે આયોજિત કાર્યક્રમ શરૂ થશે અને ફતેહપુર સીકરીના પંચ મહેલમાં સમાપ્ત થશે. સપ્તાહ દરમિયાન સ્વચ્છતા અભિયાન, ચિત્રકામ, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ યોજાશે.
વર્લ્ડ હેરિટેજ ડેની વાત આવે તો માત્ર સ્મારકની જ મોટે ભાગે વાત થતી હોય છે, આજે આપણે વાત કરીશું કે કોઇ કલાને કારણે પ્રદેશની ઓળખ બની હોય,
પાટણ પટોળાની હસ્તકલાથી પણ વિશ્વભરમાં મશહૂર છે.પટોળા માટે કહેવત છે કે, ફાટી જાય પરંતુ તેની ડિઝાઇન એવી જ રહે છે તેની કિંમત એક લાખથી વધુની અંકાય છે.
વડોદરા જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ અને પાવીજેતપુર તેમજ પંચમહાલના જાંબુઘોડા, નારુકોટ અને ઘોઘંબા તાલુકામાં વસતા આદિવાસી રાઠવા સમાજમાં પ્રચલિત નૃત્ય રાઠવા ગુજરાત અને પ્રદેશ બંનેને ઓળખ આપી છે.
વડોદરા જિલ્લાના નાનકડા સંખેડા ગામમાં રહેતા 80થી 100 જેટલા પરિવારો દ્વારા સાગના લાકડામાંથી તૈયાર કરાતું ફર્નિચર આજે વિશ્વભરમાં નિકાસ થાય છે. અહીંના ઝુલા, દાંડિયા, પારણાં, સોફાસેટ, ડ્રેસિંગ ટેબલ, ઝુલણ ખુરશી, કાષ્ટચિન્હો, ફુલદાની, રમકડાં વગેરેની જુદી જુદી ભાત, આકાર અને પેઈન્ટિંગ આગવી ઓળખ ઊભી કરે છે.
સુરત કાપડ ઉદ્યોગ માટે ગુજરાતમાં ખુબ જાણીતું છે, અને ખાસ સુરત તેના ભોજનની સાથે જરી કામ અને તેના હિરા ઉદ્યોગને કારણે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સક્ષમ બન્યુ છે.
આમ તો કચ્છ આખું પર્યટન સ્થળો માટે ખુબ પ્રખ્યાત છે, પરંતુ ખાસ કચ્છની ભરતકામની જે કળા છે એણે દેશ વિદેશમાં કચ્છને ઓળખ આપી છે,આ ઉપરાંત કચ્છની બાંધણી અને વિવિધ વસ્તુઓ પણ ખુબ પ્રખ્યાત છે.