Gujarati News Knowledge With how much money can an account be opened in a Swiss bank know what is the process and benefits
સ્વિસ બેન્કમાં કેટલા રુપિયામાં ભરીને ખોલાવી શકાય છે ખાતુ, જાણો શું છે પ્રોસેસ અને કેવી રીતે કરશો અપ્લાય
સ્વિસ બેંક પૈસા રાખવા માટે વિશ્વની સૌથી સલામત જગ્યા માનવામાં આવે છે. ત્યારે તમને પણ થતુ હશે ને કે શું હું આ બેંકમાં મારું ખાતું ખોલાવી શકું? જો હા, શું એના માટે મારે સ્વિત્ઝર્લેન્ડ જવુ પડશે તેમજ તેમાં કેટલા પૈસામાં ખાતુ ખોલાવી શકાશે?
1 / 6
બ્લેક મની એટલે કે કાળું નાણુંને છુપાવતી એક માત્ર બેંક એટલે સ્વિસ બેંક. કાળું નાણાને લઈને જ્યારે જ્યારે ચર્ચા થાય ત્યારે તમારા મગજમાં સ્વિસ બેંકનું નામ સૌથી પહેલા આવે છે. સ્વિસ બેંકોને વિશ્વભરમાં અમીરો, ભ્રષ્ટ રાજકારણીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની સૌથી સુરક્ષિત તિજોરી ગણવામાં આવે છે. આ બેંક તેના નંબર એકાઉન્ટના કારણે પ્રખ્યાત છે. (ફોટો ક્રેડિટ-ગુગલ)
2 / 6
ખરેખર, અહીં નામની જગ્યાએએકાઉન્ટ ખોલનારાઓને નંબર આપવામાં આવે છે. આ તેમની ઓળખ ગુપ્ત રાખે છે. તેમજ પોતાના દેશમાં આપવા પડતા ટેક્સમાંથી બચવા પણ ધનીકો પોતાનું ખાતુ આ બેન્કમાં ખોલાવતા હોય છે જેના કારણે મોટો ટેક્સ આપવાથી બચી શકાય(ફોટો ક્રેડિટ-ગુગલ)
3 / 6
પરંતુ અન્ય ઘણા કારણો છે જેના કારણે લોકો આ બેંકમાં ખાતુ ખોલાવે છે. આ બેંક પૈસા રાખવા માટે વિશ્વની સૌથી સલામત જગ્યા માનવામાં આવે છે. ત્યારે તમને પણ થતુ હશે ને કે શું હું આ બેંકમાં મારું ખાતું પણ ખોલાવી શકું? જો હા, શું એના માટે મારે સ્વિત્ઝર્લેન્ડ જવુ પડશે તેમજ તેમાં કેટલા પૈસામાં ખાતુ ખોલાવી શકાશે? તો ચાલો જાણીએ સ્વિસ બેંકમાં ખાતુ ખોલાવવા વિશે તમામ માહિતી.(ફોટો ક્રેડિટ-ગુગલ)
4 / 6
સ્વિસ બેંકમાં ખાતું ખોલાવવું ભારતની SBIમાં ખાતું ખોલવા કરતા વધુ સરળ છે. તમે ઘરે બેઠા સ્વિસ બેંક ખાતું ખોલાવી શકો છો. UBS જેવી મોટી બેંકો પણ તમને ઈમેલ દ્વારા ખાતું ખોલવાની પરવાનગી આપે છે. ઇન્ટરનેટ પર એવી ઘણી કંપનીઓ છે જે તમને સ્વિસ બેંક એકાઉન્ટ ખોલવામાં મદદ કરે છે.(ફોટો ક્રેડિટ-ગુગલ)
5 / 6
UBS ની વેબસાઈટ અનુસાર, તેનું ન્યૂનતમ બેલેન્સ લગભગ 10 000 CHF અથવા 9, 34, 409 રુપિયા છે. એકાઉન્ટ પર $300 અથવા લગભગ 22 હજાર રૂપિયાનો મેન્ટેનન્સ ચાર્જ પણ છે. એટલે કે, વ્યાજ ભૂલી જાઓ, તમારે એકાઉન્ટ રાખવા માટે $300 ચૂકવવા પડશે. જેમ આપણે લોકર માટે ચૂકવણી કરીએ છીએ.(ફોટો ક્રેડિટ-ગુગલ
6 / 6
સ્વિસ બેન્કમાં ખાતું ખોલાવવા માટે આ દસ્તાવેજો જરૂરી
1.પાસપોર્ટ: પાસપોર્ટની નકલ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2. તમારી મિલકત સંબંધિત દસ્તાવેજો: એટલે કે તમારી પાસે કેટલા પૈસા છે, તમારી પાસે કેટલી મિલકત છે ની તમામ માહિતી
3. તમારી કમાણીના મૂળ સ્ત્રોતનો પુરાવો: એટલે કે, તમારી પાસે તમારા ખાતા અને મિલકતના મૂળ દસ્તાવેજની નકલ હોવી આવશ્યક છે. આ સાથે, તમારી પાસે કેટલી ડિપોઝિટ છે તેની માહિતી હોવી જરૂરી
Published On - 4:04 pm, Tue, 11 July 23