ગુજરાત સહિત દેશભરની પોલીસ પહેરે છે ખાખી વર્દી, તો કોલકાત્તા પોલીસની વર્દી સફેદ કેમ ? જાણો કારણ

ગુજરાત સહિત દેશભરની પોલીસ ખાખી રંગની વર્દી પહેરે છે. પશ્ચિમ બંગાળના અન્ય જિલ્લાઓની પોલીસ પણ ખાખી રંગનો યુનિફોર્મ પહેરે છે. પરંતુ કોલકાતા પોલીસ એકમાત્ર એવી છે જે સફેદ વર્દી પહેરે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કોલકાતા પોલીસ કેમ સફેદ યુનિફોર્મ પહેરે છે.

ગુજરાત સહિત દેશભરની પોલીસ પહેરે છે ખાખી વર્દી, તો કોલકાત્તા પોલીસની વર્દી સફેદ કેમ ? જાણો કારણ
kolkata police uniform
| Updated on: Mar 01, 2024 | 7:23 PM

પોલીસનું નામ આવે ત્યારે સૌથી પહેલો રંગ આપણા મનમાં ખાખી આવે છે. ફિલ્મો અને વાસ્તવિક જીવનમાં પણ પોલીસ ખાખી રંગના યુનિફોર્મમાં જોવા મળે છે. પરંતુ કોલકાતામાં પોલીસ ખાખીના બદલે સફેદ રંગનો યુનિફોર્મ પહેરે છે. આજે અમે તમને જણાવીશું કે કોલકાતા પોલીસ કેમ સફેદ યુનિફોર્મ પહેરે છે.

કોલકાતા પોલીસ સફેદ યુનિફોર્મ કેમ પહેરે છે ?

ગુજરાત સહિત દેશભરની પોલીસ ખાખી રંગની વર્દી પહેરે છે. પશ્ચિમ બંગાળના અન્ય જિલ્લાઓની પોલીસ પણ ખાખી રંગનો યુનિફોર્મ પહેરે છે. પરંતુ કોલકાતા પોલીસ એકમાત્ર એવી છે જે સફેદ વર્દી પહેરે છે.

કોલકાતા પોલીસ અને બંગાળ પોલીસ અલગ છે. 1861માં બ્રિટિશ રાજ દરમિયાન બનેલા નિયમો અનુસાર, રાજ્ય પોલીસથી અલગ કોલકાતા પોલીસ વ્યવસ્થા હતી, જે માત્ર કાલકાત્તા શહેરને જ લાગુ પડતી હતી. ત્યારે કોલકાત્તા પોલીસની ખાસ ઓળખ માટે પોલીસનો ડ્રેસ અલગ રાખવામાં આવ્યો હતો. કોલકાતા પોલીસ આજે પણ બ્રિટિશ યુગના જૂના ડ્રેસ કોડને અનુસરે છે. તેથી કોલકાત્તા પોલીસ આજે પણ સફેદ વર્દી પહેરે છે.

આ ઉપરાંત કોલકાતા દરિયા કિનારે આવેલું છે. અહીં આખું વર્ષ ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહે છે. તેથી કોલકાત્તામાં ગરમી ખૂબ જ પડે છે. સફેદ રંગ પહેરવાથી સૂર્યના તાપથી થોડી રાહત મળે છે. તેથી યુનિફોર્મનો રંગ સફેદ રાખવામાં આવ્યો હોવાનું પણ એક કારણ છે.

ખાખી યુનિફોર્મ પણ અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે દેશમાં ખાખી પોલીસ યુનિફોર્મનો ટ્રેન્ડ પણ અંગ્રેજોએ શરૂ કર્યો હતો. પહેલા યુનિફોર્મ સફેદ હતો, પરંતુ ડ્યુટી દરમિયાન તે ગંદો થઈ જતો હતો. તેથી અંગ્રેજોએ યુનિફોર્મને રંગવાનું શરૂ કર્યું. સફેદ યુનિફોર્મ પર અલગ-અલગ કલર લગાવવાને કારણે સૈનિકોના યુનિફોર્મ અલગ-અલગ રંગોના દેખાવા લાગ્યા.

ત્યારે તે વ્યક્તિ પોલીસ કર્મચારી છે તે ઓળખવું મુશ્કેલ બન્યું. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે બ્રિટિશ અધિકારીઓએ ખાખી રંગનો યુનિફોર્મ બનાવ્યો, જેથી તે સરળતાથી ગંદા ન થાય. વર્ષ 1847માં પ્રથમ વખત બ્રિટિશ અધિકારી સર હેરી લુમ્સડેને સત્તાવાર રીતે ખાખી યુનિફોર્મ અપનાવ્યો હતો.