
સમય બદલાઈ રહ્યો છે અને તેની સાથે લોકોની જીવનશૈલી પણ બદલાઈ રહી છે. તેમની ખાવાની આદતો બદલાઈ રહી છે, તેમની કામ કરવાની રીત પણ બદલાઈ રહી છે, ઉદાહરણ તરીકે પહેલા લોકોને કામ કરવા માટે ઓફિસ જવું પડતું હતું, પરંતુ હવે ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, તેવી જ રીતે લોકોની ખરીદી કરવાની રીત પણ બદલાઈ રહી છે.
હવે લોકોને બજારમાં જઈને દુકાનો પર ખરીદી કરવામાં રસ રહ્યો નથી. આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે. લોકો ઘરે બેસીને તેઓની જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરે છે, જે કુરિયર દ્વારા તેમના ઘરે આવે છે. ઓનલાઈન શોપિંગ લોકોને આકર્ષે છે કારણ કે ગ્રાહકોને કોઈ વસ્તુ ખરીદવા માટે બજારમાં જવું પડતું નથી અને તેઓને તેમની મનપસંદ ઓર્ડર કરેલી વસ્તુઓ ઘરે બેઠા જ મળી જાય છે.
તમે ઓનલાઈન શોપિંગ કરી હશે, પરંતુ શું તમે ક્યારેય તમારા ઘરે કુરીયર કરાયેલા પાર્સલને ધ્યાનથી જોયું છે ? જો તમે જોયું હશે તો તમારા મનમાં સવાલ આવ્યો હશે કે કુરિયર બ્રાઉન રંગના બોક્સમાં જ કેમ આવે છે. શા માટે આ બોક્સ હંમેશા બ્રાઉન રંગના જ હોય છે ? જો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું કે આવું કેમ હોય છે, તેની પાછળ એક મહત્વનું કારણ પણ છે.
ડિલિવરી બોક્સ જેમાં પાર્સલ આપણા સુધી પહોંચે છે તે કોર્પોટના બનેલા હોય છે. તમને જણાવી દઈએ કે કોર્પોટ સંપૂર્ણપણે કાગળથી બનેલું હોય છે. તમે કદાચ જાણતા હશો કે નેચરલ કાગળને બ્લીચ કરવામાં આવતા નથી, જેના કારણે તે બ્રાઉન રંગના હોય છે. તો હવે તમે સમજી જ ગયા હશો કે કુરિયરમાં આવતા ડિલિવરી બોક્સ શા માટે બ્રાઉન રંગના હોય છે.
તમને જણાવી દઈએ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ પણ આ બોક્સનો ઉપયોગ ઓનલાઈન બુકિંગ અને સામાનની ડિલિવરી માટે કરે છે. કારણ કે કોઈ પણ ગ્રાહક કુરિયર માટે ઉપયોગમાં લેવાતા કાર્પેટ બોક્સ માટે વધારાના પૈસા ચૂકવતા નથી, તેથી કુરિયરમાં આવતા બોક્સ હંમેશા બ્રાઉન રંગના હોય છે.
આ પણ વાંચો આ છે દુનિયાની સૌથી નાની કાર, કિંમત જાણીને ચોંકી જશો