મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ખબર છે? વાંચો શું છે કારણ

|

Oct 04, 2022 | 12:11 PM

મચ્છર કરડવાથી થતી ખંજવાળ શા માટે થાય છે તમે મચ્છર કરડવાથી થતા રોગોથી ચિંતિત છો, પરંતુ ઘણા લોકો મચ્છર કરડવાથી થતી ખંજવાળથી પણ ચિંતિત હોય છે.

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ખબર છે? વાંચો શું છે કારણ
Mosquitoes Bite

Follow us on

શું તમે પણ મચ્છર(mosquito) કરડવાથી થતી ખંજવાળથી પરેશાન કરે છે. હજુ ચોમાસાની સીઝન સંપૂર્ણ ગઇ નથી, મચ્છરોનો ઉપદ્રવ ખુબ વધી ગયો છે. જેના કારણે બિમારી ફેલાય છે પરંતુ શું તમે જોણો છો કે બધી મચ્છરો નથી કરડતા માત્ર થોડી જ જાતીના મચ્છર કરડે છે, તેમના કરડવાથી રોગો થાય છે, પરંતુ સામાન્ય મચ્છર કરડવાથી ખંજવાળ (Mosquitoes Bite itch) જરૂર આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે? જો ના… તો આજે અમે તમને સાચો જવાબ જણાવી રહ્યા છીએ…

મચ્છર કરડ્યા પછી ખંજવાળનું રહસ્ય જણાવતા પહેલા, ચાલો તમને મચ્છર સંબંધિત રસપ્રદ તથ્યો જણાવીએ. વાસ્તવમાં માત્ર માદા મચ્છર જ મનુષ્યનું લોહી ચૂસે છે, નર મચ્છર નથી કરતા. માદા મચ્છર ઈંડાના કારણે લોહી ચુસે છે, કારણ કે તેમને તેની જરૂર હોય છે. વિશ્વભરમાં મચ્છરોની લગભગ 3,500 પ્રજાતિઓ જોવા મળે છે. પરંતુ આમાંની મોટાભાગની જાતિઓ મનુષ્યોને બિલકુલ પરેશાન કરતી નથી. આ એવા મચ્છર છે જે ફળો અને છોડના રસ પર જ જીવે છે.

હવે આપણે જાણીએ છીએ કે મચ્છર કરડ્યા પછી ખંજવાળ કેમ આવે છે. મચ્છરની ચાંચ ઇન્જેક્શનની જેમ કામ કરે છે.તેના કરડવાથી તે જગ્યા એ એક નરી આંખએ ન દેખાય તેવો હોલ બની જાય છે. પરંતુ તે જગ્યાએ લોહિ ગંઠાઇ જતું નથી કારણ કે તેઓ શરીરમાં પોતાની થોડી લાળ છોડે છે. આ લાળ એન્ટીકોએગ્યુલન્ટ તરીકે કામ કરે છે .તે શરીરમાં ખંજવાળ અને લાલાશનું કારણ બને છે. એવું કહી શકાય કે મચ્છર કરડવાથી થતી ખંજવાળ મચ્છરની લાળમાં રહેલા રસાયણોને કારણે થાય છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

જો આપણે મચ્છરોના જીવન વિશે વાત કરીએ, તો મચ્છર 2 મહિનાથી વધુ જીવવા માટે સક્ષમ નથી. બીજી તરફ માદા મચ્છર નર મચ્છર કરતાં ઘણું લાંબુ જીવે છે. જો આપણે નર મચ્છરના જીવન વિશે વાત કરીએ, તો તે ફક્ત દિવસો સુધી જીવે છે અને માદા મચ્છર 6 થી 8 અઠવાડિયા સુધી જીવે છે. વાસ્તવમાં માદા મચ્છર દર ત્રણ દિવસે ઈંડા મૂકે છે અને માદા મચ્છર લગભગ 2 મહિના જીવી શકે છે.

Published On - 12:10 pm, Tue, 4 October 22

Next Article