ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

|

May 31, 2024 | 6:47 PM

ક્યારેય એવુ સાંભળ્યું છે ખરુ કે, કોઈ ઝાડને આવી સુરક્ષા મળી હોય. વાત સાંભળીને તમને થોડુંક આશ્ચર્ય જરુર થશે. પરંતુ હા આવી જ એક વાત છે, કે એક ઝાડને વીવીઆઈપી ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ ઝાડને પણ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા બંદોબસ્ત મળે છે. તો આ ઝાડને લોખંડી સુરક્ષા માટે જાળીઓ પણ ઊંચી ઊંચી ચારે તરફ લગાવેલી છે.

ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો
ભારતનું VVIP વૃક્ષ

Follow us on

આમ તો તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે, વીવીઆઈપી એટલે મોટેભાગે નેતા જ હોય. તેમની આગળ પાછળ પોલીસ અને સુરક્ષા જવાનોનો ઘેરો હોય. તેમની સુરક્ષા માટે સંપૂર્ણ પણે ચીવટતા દાખવવામાં આવતી હોય છે. પરંતુ તમે ક્યારેય એવુ સાંભળ્યું છે ખરુ કે, કોઈ ઝાડને આવી સુરક્ષા મળી હોય. વાત સાંભળીને તમને થોડુંક આશ્ચર્ય જરુર થશે. પરંતુ હા આવી જ એક વાત છે, કે એક ઝાડને વીવીઆઈપી ટ્રી તરીકે ઓળખવામાં આવે છે.

આ ઝાડને પણ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા બંદોબસ્ત મળે છે. તો આ ઝાડને લોખંડી સુરક્ષા માટે જાળીઓ પણ ઊંચી ઊંચી ચારે તરફ લગાવેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ઝાડનો સુરક્ષા બંદોબસ્ત એટલો જબરદસ્ત છે કે, તેનું પાંદડાને અડવું તો દૂર પડછાયો પણ કોઈ લઈ શકે એમ નથી. હવે તમને એમ થતું હશે કે આટલી બધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કેમ આ વૃક્ષને આપવામાં આવી હશે. એ ઝાડમાં એવી તો શું ખાસ વિશેષતાઓ છે કે, જેને આટલું બધું સુરક્ષિત રાખવાની જરૂરિયાત ઊભી થઈ હશે. અહીં બતાવીશું એ બધું જ જે તમારા મનમાં સવાલો થઈ રહ્યા છે.

કયા વૃક્ષને અપાય છે વીવીઆઈપી સુરક્ષા

સૌથી પહેલા તો તમને એ વાતનો જવાબ આપી દઈએ કે, એવું કયું વૃક્ષ છે કે તેને આટલું સુરક્ષિત રાખવામાં આવી રહ્યું છે. આ વાતનો જવાબ અહીં આપી દઈએ અને પછી વાતને આગળ વધારીએ. આ પીપળાનું વૃક્ષ છે. પરંતુ આ પવિત્ર પીપળો માત્ર વૃક્ષ નથી પરંતુ તેની પાછળ હજારો વર્ષ જૂની કહાનીઓ રહેલી છે. જે કહાનીને લઈ તેને સુરક્ષિત રાખવામાં આવી રહ્યું છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ વૃક્ષને માત્ર પીપળાનું ઝાડ નહીં પરંતુ બોધિ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને ખાસ કારણોને લઈ સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા વરસે દહાડે લાખો રુપિયા ખર્ચ કરે છે. આ વૃક્ષ ગુજરાતના પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં આવેલું છે.

પોલીસ સુરક્ષા ઘેરો

વૃક્ષની સુરક્ષા વ્યવસ્થા વિશે જાણો

બોધિ વૃક્ષ તરીકે ઓળખવામાં આવતા આ વૃક્ષને ફરતે ચોવીસ કલાક સુરક્ષા જવાનો દ્વારા ચૂસ્ત પહેરો દાખવવામાં આવે છે. અહીં પોલીસના જવાનોની રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટી લાગેલી હોય છે. જે વૃક્ષને સુરક્ષિત રાખવા માટેની ફરજ નિભાવે છે.

વૃક્ષની નજીક કોઈ ફરકી પણ ના શકે એ માટે અહીં લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બોધિ વૃક્ષને ફરતે ઊંચી ઊંચી લોખંડની જાળીઓ લગાવવામાં આવી છે. આ જાળીઓનીં ઊંચાઈ 15 ફૂટ જેટલી છે. જેથી આ જાળી પર ચડીને પણ કોઈ વૃક્ષની નજીક પહોંચી ના શકે. અથવા તો ઝાડને દૂર રહીને પણ કોઈ નુકસાન પહોંચાડી ના શકે. સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાને રાખીને જાળવણી કરવામાં આવે છે.

વરસે દહાડે લાખોનો ખર્ચ

વૃક્ષને ફરતે સુરક્ષા વ્યવસ્થાની વાત તો તમે જાણી કે કેટલી ચૂસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીં સુરક્ષા દળોના પગાર થી લઈને વૃક્ષની જાળવણી પાછળ વરસે દહાડે સરકાર દ્વારા લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સરકાર દ્વારા આ વૃક્ષના નિભાવ પાછળ વર્ષે 15 લાખ રુપિયાની આસપાસનો કરવામાં આવે છે.

તમને એમ પણ થતું હશે કે આટલો બધો ખર્ચ જાળવણીનો કેવી રીતે થતો હશે. તો એ પણ બતાવી દઈએ કે, આ એક જ વૃક્ષને જાળવવા માટે તેના માટે નિષ્ણાંત લોકો રાખવામાં આવેલ છે. માણસના સ્વાસ્થ્યની જેમ વૃક્ષનું ધ્યાન રખાય છે. તેને સિંચાઈ માટે પાણી પણ વિશેષ ટેન્કર થી આપવામાં આવે છે. તો વળી તેની દેખરેખ માટેના લોકોને પણ પગાર ચૂકવવા માં આવે છે. આ વૃક્ષની સરકારી કૃષિ વિભાગના અધિકારીઓ પ્રતિ સપ્તાહ મુલાકાત લઈને નિરીક્ષણ કરે છે. તેમની સલાહ મુજબ જ્યારે જરુર હોય ત્યારે દવા પણ છંટકાવ અહીં કરવામાં આવે છે. જેથી જંતુઓની અસરથી બોધિ વૃક્ષને મુક્ત રાખી શકાય.

લાખો રુપિયા નિભાવ ખર્ચ

કલેક્ટર રાખે છે નજર

એક પાંદડું પણ ખરી પડી જાય તો એના માટે પણ અહીં નજર રાખવામાં આવે છે અને એ કુદરતી સિવાય પાંદડા ખરવાને લઈ તંત્રના અધિકારીઓ સુધી ચિંતાનો સંદેશો પહોંચી જાય છે. આ માટે રાયસન જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ વૃક્ષની સંપૂર્ણ દેખરેખ રાખવાની જવાબદારી છે. તેઓ વૃક્ષને લઈ તમામ દેખરેખ અને જાળવણી અંગેનું ધ્યાન રાખે છે.

અહીં તો જાણે કે ઝાડનું એક પાંદડું ખરે તો જિલ્લામાં આફત આવવા જેવો માહોલ જાણે કે સર્જાઈ જાય છે. રાહત બસ ત્યારે જ હોય છે કે પાંદડું કુદરતી પ્રક્રિયાના હિસ્સા મુજબ ખરી પડ્યું હોય. વૃક્ષના પાન અકારણ સુકાવા લાગે તો અહીં અધિકારીઓએ ઉચ્ચ સ્તરે રિપોર્ટ કરવા પડે છે. તેના નિરીક્ષણ માટે અધિકારીઓ વૃક્ષ પાસે હાજર થઈ જવું પડે છે.

દેશ વિદેશથી આવે છે પ્રવાસી

વીવીઆઈપી વૃક્ષ છે અને તેને લઈ આશ્ચર્યથી લોકો અહીં આવે છે. પરંતુ જે લોકોને આ વૃક્ષ સાથે જોડાયેલી ઈતિહાસની વાતોની જાણકારી છે તે અચૂક અહીં આવવા માટે મન ધરાવે છે. તેઓના મનમાં આ વૃક્ષ પ્રત્યે ખૂબ જ આકર્ષણ હોય છે. જેમની પાસે આ વૃક્ષ અંગેની જાણકારી છે અને તેઓના અહીં આવીને વૃક્ષ તરફ નજર માંડતા જ તેમની આંખોમાં અલગ જ ચમક આવી જતી હોય છે.

ખૂબ જ સુંદર રીતે સાર સંભાળ રખાતા આ વૃક્ષ સાથે ઈતિહાસની ખાસ વાત જોડાયેલી છે અને એટલે જ તેના પ્રત્યે લોકોનું આકર્ષણ પણ રહેલું છે. સરકાર પણ આ જ કારણોસર અહીં આ વૃક્ષને આટલી સાર સંભાળ અને સુરક્ષા વ્યવસ્થાને બનાવી રાખી રહી છે.

બૌદ્ધ સાથે જોડાયેલી છે વાત

ગૌતમ બુદ્ધ એ પીપળાના વૃક્ષ નીચે બેસીના ધ્યાન ધર્યું હતુ. જે વૃક્ષ નીચે બેસીને ધ્યાન ધર્યું હતુ અને તેમને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. એ વૃક્ષને બોધિ વૃક્ષ તરીકે ઓળખવામાં આવ્યું હતું. જોકે ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે તેમના પુત્ર અને પુત્રીને શ્રીલંકા મોકલ્યા હતા. પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ત્યાં મોકલ્યા હતા.

આ દરમિયાન સમ્રાટ અશોકે તેમને એક બોધિ વૃક્ષની એક ડાળી આપી હતી. જે ડાળીને તેઓએ શ્રીલંકાના અનુરાધાપુરામાં રોપી હતી. માનવામાં આવે છે કે, આજે પણ એ વૃક્ષ ત્યાં છે. માટે જ અહીં સાંચી નજીક આવેલા આ વીવીઆઈપી વૃક્ષ પાસે આવતા લોકો ભાવ પૂર્વક દર્શન કરતા બૌદ્ધ અનુયાયી જોવા મળે છે.

શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિએ વાવ્યું હતું

વર્ષ 2012માં શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા હતા. મધ્ય પ્રદેશની મુલાકાત લેતા તેઓ પોતાની સાથે લઈ આવેલ આ વૃક્ષને રોપ્યું હતું. ભોપાલ અને વિદિશાની વચ્ચે તેને રાયસન જિલ્લામાં સલામાતપુરની પહાડીઓ પર સાંચી પરિસર નજીક રોપવામાં આવ્યું હતુ.

શ્રીલંકાથી આવ્યું હતું વૃક્ષ

સાંચી એ એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. અહીં સ્તૂપ માટેના પ્રસિદ્ધ સ્થળ પર અનેક બૌધ્ધ સ્મારકો પણ આવેલા છે. ઈસવીસન પૂર્વે ત્રીજીથી બારમી સદી દરમિયાન મંદિર, સ્તૂપ, મઠ અને સ્તંભના નિર્માણ કરવામાં આવ્યા હતા. અહીંના પહાડ પર મુખ્ય સ્તૂપ આવેલ છે, જેના મૌર્ય શાસક સમ્રાટ અશોકે નિર્માણ કરાવ્યો હતો. જેને યુનેસ્કોએ આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સામેલ કર્યું છે.

આ પણ વાંચો:  રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 6:46 pm, Fri, 31 May 24

Next Article