Airport Security : કોણ છે એ VIP, જેમની એરપોર્ટ પર નથી થતી સુરક્ષા તપાસ ? છેક પ્લેન સુધી જાય છે કામ બેસી

Airport Security: તમે એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે કલાકો સુધી રાહ જોતા હશો, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ન તો એરપોર્ટ પર સુરક્ષા તપાસમાંથી પસાર થાય છે અને ન તો લાંબી કતારોનો સામનો કરવો પડે છે, બલ્કે તેમની કાર તેમને એરક્રાફ્ટ સુધી લઈ જાય છે.

Airport Security : કોણ છે એ VIP, જેમની એરપોર્ટ પર નથી થતી સુરક્ષા તપાસ ? છેક પ્લેન સુધી જાય છે કામ બેસી
Airport Security
| Updated on: Mar 17, 2025 | 12:45 PM

દેશના મુખ્ય એરપોર્ટ્સ જેમ કે દિલ્હીનો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક કે મુંબઈનો છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર સામાન્ય મુસાફરો માટે સુરક્ષા ચકાસણી પૂરું કરવું મુશ્કેલ બને છે. મુસાફરોને લાંબો સમય કતારમાં ઊભા રહી પ્રી-એમ્બાર્કેશન સિક્યુરિટી ચેક પસાર કરવો પડે છે. પરંતુ કેટલીક એવી વિશિષ્ટ વ્યક્તિઓ પણ છે, જેમને આ તમામ પ્રક્રિયાથી મુક્તિ આપવામાં આવે છે.

VIP માટે ખાસ ભેટ સમાન સુવિધા

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા અમલમાં મુકાયેલા નિયમો મુજબ, આ વિશિષ્ટ વ્યક્તિઓએ પોતાની વ્યક્તિગત કારથી સીધી એપ્રન એરિયા સુધી જઈને વિમાને બેસવાની મંજૂરી આપવામાં આવે છે. તેઓ સુરક્ષા ચકાસણી વિના વિમાને સવારી કરી શકે છે.

ત્રણ કેટેગરીમાં વિભાજન

એવી વ્યક્તિઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે:

કેટેગરી-1

આ કેટેગરીમાં આવતા લોકો તેમના એસ્કોર્ટ સાથે વિમાન સુધી જઈ શકે છે.

  • ભારતના રાષ્ટ્રપતિ
  • ઉપરાષ્ટ્રપતિ
  • વડાપ્રધાન
  • અન્ય દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન

કેટેગરી-2

આ કેટેગરીમાં આવતા લોકોને એસ્કોર્ટ વિના પણ પોતાની કારથી વિમાન સુધી જવાની છૂટ છે.

  • પૂર્વ રાષ્ટ્રપતિ
  • પૂર્વ વડાપ્રધાન
  • ભારતના મુખ્ય ન્યાયાધીશ
  • લોકસભા અધ્યક્ષ
  • રાષ્ટ્રપતિની પત્ની
  • ઉપરાષ્ટ્રપતિની પત્ની
  • વિદેશી રાજદૂત અથવા હાઈ કમિશનર (પ્રથમ આગમન અને છેલ્લી વિદાય)

કેટેગરી-3

આ કેટેગરીમાં રાજ્યના રાજયપાલ, કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં જ તેમની કારથી વિમાન સુધી જવાની છૂટ છે. પરંતુ તેઓને અન્ય રાજ્યના વિમાનમથક પર એ વિશેષાધિકાર મળતો નથી.

આ નિયમો મુજબ, અન્ય રાજ્યોમાં તેઓને સિરેમોનિયલ લાઉન્જ મારફતે વિમાન સુધી પહોંચવું પડે છે અને તેઓ પોતાના એસ્કોર્ટ સાથે જઈ શકતા નથી.

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:42 pm, Mon, 17 March 25