ભારતનું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું રેલવે સ્ટેશન કયું છે ? જાણો

તમે બધાએ સૌથી મોટા રેલવે સ્ટેશન અને સૌથી નાના રેલવે સ્ટેશન વિશે સાંભળ્યું અને જાણ્યું જ હશે. પરંતુ શું તમે દેશના સૌથી ઊંચા રેલવે સ્ટેશન વિશે જાણો છો ? આજે અમે તમને આ લેખમાં દેશના સૌથી ઊંચા રેલવે સ્ટેશન વિશે જણાવીશું.

ભારતનું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું રેલવે સ્ટેશન કયું છે ? જાણો
Railway Station
| Updated on: Aug 04, 2024 | 9:09 PM

આપણા દેશમાં ક્યાંય પણ મુસાફરી કરવા માટે રેલ મુસાફરીને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલવેનું નેટવર્ક દેશના ખૂણે ખૂણે ફેલાયેલું છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારેય દિશામાં રેલવે લાઇન છે. તમે બધાએ સૌથી મોટા રેલવે સ્ટેશન અને સૌથી નાના રેલવે સ્ટેશન વિશે સાંભળ્યું અને જાણ્યું જ હશે. પરંતુ શું તમે દેશના સૌથી ઊંચા રેલવે સ્ટેશન વિશે જાણો છો ? આજે અમે તમને આ લેખમાં દેશના સૌથી ઊંચા રેલવે સ્ટેશન વિશે જણાવીશું.

આ ભારતનું સૌથી ઊંચું રેલ્વે સ્ટેશન

દેશના સૌથી ઊંચા રેલવે સ્ટેશનનું નામ બહુ ઓછા લોકો જાણતા હશે, મોટાભાગના લોકો આનાથી અજાણ છે. દેશનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળ રાજ્યમાં દાર્જિલિંગમાં આવેલું છે. આ રેલવે સ્ટેશનનું નામ ઘુમ છે. તે દાર્જિલિંગ હિમાલયન રેલવે પરનું એક સ્ટેશન છે. આ રેલવે સ્ટેશનની ઉંચાઈ 2,258 મીટર છે અથવા એમ કહી શકાય કે આ રેલવે સ્ટેશન 7,407 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે 1878 સુધી કોલકાતાથી દાર્જિલિંગ પહોંચવામાં 5 થી 6 દિવસ લાગતા હતા. તમને જણાવી દઈએ કે દાર્જિલિંગ હિમાલયન રેલવેનું નિર્માણ 1879માં શરૂ થયું હતું. આ પછી આ રેલવે લાઈન 1881માં ગમૌર સુધી પહોંચી. તમને જણાવી દઈએ કે ઘુમમાં જ ઘુમ મઠ અને દાર્જિલિંગ હિમાલયન રેલવેનો પ્રખ્યાત બતાસિયા લૂપ આવેલો છે. ન્યૂ જલપાઈગુડીથી દાર્જિલિંગ જતી ટ્રેન ઘુમ સ્ટેશન પરથી જ પસાર થાય છે. આ ટ્રેનની મુસાફરી દરમિયાન ખૂબ જ સુંદર નજારો જોઈ શકાય છે.

Published On - 9:07 pm, Sun, 4 August 24