ભારતમાં સૌપ્રથમ વખત EVMનો ઉપયોગ ક્યારે થયો હતો ? SCમાં પડકાર બાદ ચૂંટણી રદ કરવી પડી હતી

EVM એટલે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ભારતમાં EVM બનાવવાનું કામ બે સરકારી કંપનીઓ પાસે છે. આ કંપનીઓ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને હૈદરાબાદ સ્થિત ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)છે. EVMમાં ​​બે યુનિટ છે. એક કંટ્રોલ યુનિટ અને બીજું બેલેટ યુનિટ.

ભારતમાં સૌપ્રથમ વખત EVMનો ઉપયોગ ક્યારે થયો હતો ? SCમાં પડકાર બાદ ચૂંટણી રદ કરવી પડી હતી
EVM
| Updated on: Mar 21, 2024 | 7:58 PM

એપ્રિલ મહિનાથી દેશભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થશે. લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે EVM પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતમાં મતદાન માટે EVMનો ઉપયોગ થાય છે. શું તમે જાણો છો કે ભારતમાં સૌપ્રથમ વખત EVMથી વોટિંગ ક્યારે થયું હતું અને કયા રાજ્યમાં EVMનો ઉપયોગ થયો હતો?

EVM શું છે ?

EVM એટલે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ભારતમાં EVM બનાવવાનું કામ બે સરકારી કંપનીઓ પાસે છે. આ કંપનીઓ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને હૈદરાબાદ સ્થિત ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)છે. EVMમાં ​​બે યુનિટ છે. એક કંટ્રોલ યુનિટ અને બીજું બેલેટ યુનિટ.

EVMનો ઈતિહાસ

ભારતમાં પ્રથમ વખત ચૂંટણી પંચે 1977માં સરકારી કંપની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECIL)ને EVM બનાવવાનું કામ સોંપ્યું હતું. 1979માં ECIL એ EVMનો પ્રોટોટાઇપ રજૂ કર્યો, જે 6 ઓગસ્ટ 1980ના રોજ ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને બતાવવામાં આવ્યો હતો. આ પછી મે 1982માં પ્રથમ વખત કેરળમાં EVMનો ઉપયોગ કરીને વિધાનસભા ચૂંટણી યોજાઈ. પરંતુ તે સમયે EVMનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવાનો કોઈ કાયદો નહોતો. તેથી EVM મતદાનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું, ત્યારબાદ તે ચૂંટણીઓ રદ કરવામાં આવી હતી.

આ પછી 1989માં રિપ્રેઝન્ટેટિવ્સ ઑફ પીપલ્સ એક્ટ, 1951માં સુધારો કરવામાં આવ્યો અને ઈવીએમ દ્વારા ચૂંટણી કરાવવાની જોગવાઈ ઉમેરવામાં આવી. જો કે કાયદો બન્યા બાદ પણ ઘણા વર્ષો સુધીEVMનો ઉપયોગ થઈ શક્યો ન હતો. 1998માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીની 25 વિધાનસભા બેઠકો પર EVMનો ઉપયોગ કરીને ચૂંટણી યોજાઈ હતી.

1999માં પણ 45 લોકસભા સીટો પર ઈવીએમ દ્વારા મતદાન થયું હતું. ફેબ્રુઆરી 2000માં હરિયાણાની ચૂંટણીમાં પણ 45 બેઠકો પર EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મે 2001માં પ્રથમ વખત તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળની તમામ વિધાનસભા બેઠકો પર EVMનો ઉપયોગ કરીને મતદાન થયું હતું. 2004ની લોકસભા ચૂંટણીમાં તમામ 543 બેઠકો પર EVM દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારપછી દરેક ચૂંટણીમાં તમામ બેઠકો પર EVM દ્વારા મતદાન થઈ રહ્યું છે.

Published On - 7:55 pm, Thu, 21 March 24