આ વર્ષે જેવા સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી થઈ તેવી ઉજવણી ભારતના ઈતિહાસમાં પહેલી વાર જ બની હતી. આ વર્ષે ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે આઝાદીનો અમૃત મહોત્સવ જાહેર કરવામાં આવ્યો હતો. તે અંર્તગત છેલ્લા ઘણા સમયથી આખો દેશ ત્રિરંગામય થઈ દેશભક્તિના રંગે રંગાયો હતો. ભારતના રાષ્ટ્રધ્વજ (Indian Flag) ત્રિરંગાને ફરકાવાની સાથે સાથે તે ત્રિરંગાને ફરી સંગ્રહિત કેવી રીતે કરવો અને જરુર હોય તો નિકાલ કેવી રીતે કરવો તેના માટે પણ કેટલાક નિયમો છે.આ વર્ષે ભારતમાં હર ઘર તિરંગા અભિયાન શરુ થયુ હતુ જેને કારણે ઘરે ઘરે ત્રિરંગા ફરકયા હતા. તેને કારણે લોકોમાં દેશભકિતની ભાવના વધારે પ્રબળ થઈ હતી. તેના કારણે ઘણી રોજગારી તક ઉભી થઈ હતી. પણ આ ભવ્ય ઉજવણી પછી રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવી રાખવુ જરુરી છે. તેથી સ્વતંત્રતા દિવસની ઉજવણી પછી ત્રિરંગાનું શું કરવુ ? તેની માહિતી રાખવી જરુરી છે. જાણો તેની માહિતી આ અહેવાલમાં.
The National Flag should be folded & stored respectfully as shown in the pictures 👆🏻To pin or bring home the flag, visit https://t.co/LaBpQnQUGO #AmritMahotsav #HarGharTiranga #MainBharatHoon #KnowYourTiranga #IdeasAt75 #ActionsAt75
— Amrit Mahotsav (@AmritMahotsav) August 4, 2022
ભારત આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ટ્વિટર પર તેના ઓફિસીયલ પેજ પર ઉજવણી પછી રાષ્ટ્રધ્વજનું શું કરવુ તેના માટે એક ફોટો શેર કરી માહિતી આપવામાં આવી છે. તમે આ જ સ્ટેપ ફોલો કરી રાષ્ટ્રધ્વજને સમાન અને ગરીમા પૂર્વક તેના સ્થાન ફરી મુકી શકો છો. આના માટે તમે નીચે મુજબના 4 સ્ટેપ ફોલો કરો.
જો રાષ્ટ્રધ્વજને કોઈ નુકસાન થાય છે અથવા તે ગંદો થાય છે, તો ભારતનો ધ્વજ સંહિતા અનુસાર, રાષ્ટ્રધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને, સળગાવીને અથવા અન્ય કોઈપણ પદ્ધતિ દ્વારા તેનો સંપૂર્ણ રીતે ખાનગીમાં નાશ કરવો જોઈએ. પણ રાષ્ટ્રધ્વજને જમીન પર ફેંકી દઈને તેને કે કચરામાં નાંખીદેવું ત્રિરંગાનું અપમાન ઘણાશે.
ફલેગ કોડ અનુસાર, કેટલાક લોકો કાગળના ત્રિરંગાનો ઉપયોગ કરી ઉજવણી કરતા હોય છે, કાર્યક્રમ દરમિયાન આવા ધ્વજ ફરકાવવાની મંજૂરી આપવામાં આવી છે, પણ તેનો નિકાલ પણ તેની ગરીમાને જાળવીને ક્ષતિગ્રસ્ત ધ્વજના નિકાલની જેમ જ કરવો જોઈએ. આમ આપણા ગૌરવસમા ત્રિરંગાની ગરીમા અને સન્માન જાળવી રાખવું આપણી ફરજ છે અને એ ફરજ આપણે પહેલા નીભાવવી જોઈએ.