શું રાષ્ટ્રીયતા બદલી શકાય ખરી ? જાણો રાષ્ટ્રીયતા અને નાગરિકતા વચ્ચે શું છે તફાવત

ઘણીવાર આપણે નાગરિકતા અને રાષ્ટ્રીયતાનો ઉપયોગ એકબીજાના સમાનાર્થી તરીકે કરીએ છીએ, પરંતુ એવું નથી બંને વચ્ચે તફાવત છે. દરેક વ્યક્તિની સમાન રાષ્ટ્રીયતા અને નાગરિકતા હોઈ શકે કે કેમ તેમજ રાષ્ટ્રીયતા અને નાગરિકતા વચ્ચે શું તફાવત છે. તેના વિશે આજે અમે તમને જણાવીશું.

શું રાષ્ટ્રીયતા બદલી શકાય ખરી ? જાણો રાષ્ટ્રીયતા અને નાગરિકતા વચ્ચે શું છે તફાવત
Nationality and citizenship
| Updated on: Feb 06, 2024 | 5:24 PM

ભારતીય બંધારણના ભાગ-2માં કલમ 5 થી 11 એ નાગરિકતા સાથે સંબંધિત છે. નાગરિકતા અધિનિયમ 1995 નાગરિકતા મેળવવા માટે પાંચ આધાર પૂરા પાડે છે. આ આધાર જન્મ, વંશ, નોંધણી વગેરે છે. ઘણીવાર આપણે નાગરિકતા અને રાષ્ટ્રીયતાનો ઉપયોગ એકબીજાના સમાનાર્થી તરીકે કરીએ છીએ, પરંતુ એવું નથી બંને વચ્ચે તફાવત છે. જ્યારે વ્યક્તિનું જન્મ સ્થળ તેની રાષ્ટ્રીયતા દર્શાવે છે, ત્યારે દેશની સરકાર દ્વારા નાગરિકતા પ્રાપ્ત થાય છે. આજે અમે તેના વચ્ચેના તફાવત વિશે જણાવીશું.

રાષ્ટ્રીયતા શું છે?

વ્યક્તિની રાષ્ટ્રીયતા તેના જન્મ સ્થળને દર્શાવે છે, એટલે કે રાષ્ટ્રીયતા જણાવે છે કે વ્યક્તિનો જન્મ ક્યાં થયો હતો.

નાગરિકતા શું છે?

બીજી તરફ, દેશની સરકાર કાનૂની ઔપચારિકતાઓનું પાલન કર્યા બાદ વ્યક્તિને નાગરિકતા આપે છે.

રાષ્ટ્રીયતા અને નાગરિકતા વચ્ચેનો તફાવત

  • રાષ્ટ્રીયતા એ વ્યક્તિગત સભ્યપદ છે જે વ્યક્તિના રાજ્ય સાથેના સંબંધને પ્રતિબિંબિત કરે છે. તો નાગરિકતા એ એક રાજકીય સ્થિતિ છે, જે જણાવે છે કે વ્યક્તિને દેશના નાગરિક તરીકે ઓળખવામાં આવે છે.
  • રાષ્ટ્રીયતા એ જ્યાં વ્યક્તિ જન્મે છે તે સ્થળ અથવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે નાગરિકતા એ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે દેશની સરકાર દ્વારા તેને નાગરિક તરીકે સ્વીકારવામાં આવેલ હોય.
  • રાષ્ટ્રીયતાની વિભાવના નૈતિક અથવા વંશીય છે, જ્યારે નાગરિકતાની વિભાવના કાનૂની છે.
  • વ્યક્તિની રાષ્ટ્રીયતા જન્મ અને વંશ દ્વારા મેળવી શકાય છે, ત્યારે નાગરિકતા જન્મ, વારસો, લગ્ન વગેરે દ્વારા મેળવી શકાય છે.
  • વ્યક્તિની રાષ્ટ્રીયતા બદલી શકાતી નથી, જ્યારે વ્યક્તિ તેની નાગરિકતા બદલી શકે છે.
  • વ્યક્તિની રાષ્ટ્રીયતા માત્ર એક દેશની હોય છે, જ્યારે વ્યક્તિ એક કરતાં વધુ દેશના નાગરિક બની શકે છે.

આ પણ વાંચો ભારતના કયા શહેરને ‘સિલ્વર સિટી’ કહેવામાં આવે છે ? જાણો