આજકાલ ફળો અને શાકભાજીમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. વધુ ઉત્પાદન માટે ફળો અને શાકભાજીમાં હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ભેળસેળના કારણે ચાઈનીઝ લસણ પણ બજારોમાં પહોંચી રહ્યું છે. ચીનના લસણનો મોટો ગેરકાયદેસર રીતે ભારતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ભારતમાં ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ છે.કારણ કે તેમાં અનેક પ્રકારના હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ચાઈનીઝ લસણ ઉગાડવામાં મેટલ, સીસું અને ક્લોરિનનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. શું તમે પણ ચાઈનીઝ લસણનું સેવન કરો છો? લસણ ખરીદતા પહેલા ભારતીય અને ચાઈનીઝ લસણ વચ્ચેનો તફાવત જાણી લો.
બજારમાં વેચાતું નકલી લસણ ઘણા લોકોના ઘરોમાં ખવાય છે. કેટલાક લોકોને એ પણ ખબર નથી હોતી કે તેઓ જેને લસણ સમજીને ખાય છે તે નકલી લસણ છે. ચાઈનીઝ લસણનો સ્વાદ એકદમ વાસ્તવિક લસણ જેવો હોય છે. એટલા માટે કેટલાક લોકો તેમની વચ્ચે સરળતાથી તફાવત કરી શકતા નથી. આ લસણ દેખાવમાં સફેદ હોય છે અને તેની કળીઓ જાડી હોય છે. આ લસણની છાલ ઉતારવી સરળ હોવા છતાં તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારનું લસણ ખાવાથી ચેતાતંત્રને લગતી ગંભીર બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે.