આલ્કોહોલ (Alcohol) લીવર માટે નુકશાનકારક હોય છે, તેમ છતાં લોકો તેને પીવાનું પસંદ કરતા હોય છે. ત્યારે જો તમે તેને યોગ્ય રીતે અને ઓછી માત્રામાં પીશો તો ઓછું નુકશાન થશે. ત્યારે આજના વીડિયોમાં મહારાષ્ટ્રના લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. બિપિન વિભૂતે (Dr. Bipin Vibhute) જણાવ્યું છે કે વ્હિસ્કી પીવાની સાચી રીત કઈ છે.
ડૉ. બિપિન વિભૂતેના જણાવ્યા અનુસાર ભારતીયો અન્ય દારૂ કરતાં વ્હિસ્કી પીવાનું વધુ પસંદ કરતા હોય છે, તેથી તમારા મનપસંદ હાર્ડ-ડ્રિંક પીવા માટેની સાચી પદ્ધતિ જાણવી જરૂરી છે. વ્હિસ્કીમાં આલ્કોહોલનું પ્રમાણ આશરે 42.8% હોય છે. લોકો આલ્કોહોલ પીતી વખતે તેમાં અન્ય પીણા જેવા કે સોફ્ટ ડ્રિંક, પાણી, બરફના ટુકડાનો પણ ઉપયોગ કરતા હોય છે. જે ન કરવું જોઈએ.
સોડામાં સામાન્ય રીતે કાર્બોનેટેડ પાણી હોય છે, જેના કારણે ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને હૃદયની બિમારીઓને નોતરી શકે છે. તેથી વ્હિસ્કી પીવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને ગરમ કે હુંફાળા પાણી સાથે પીવી જોઈએ. વ્હિસ્કીની સાથે બાઈટીંગમાં તમે શીંગ, સલાડ લઈ શકો છો, પરંતુ તળેલો ખોરાક, તળેલી વસ્તુ બિલકુલ ખાવી નહીં.