
જો તમારે વિદેશ જવું હોય તો તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. આ એક દસ્તાવેજ છે જે તમારી નાગરિકતા સાબિત કરે છે. અગાઉ પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ ઓફિસના ઘણા ધક્કા ખાવા પડતાં હતા. તેમાં ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. જો તમે ઈચ્છો તો હવે તમે ઘરે બેઠા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો (How to Apply Passport Online). આ માટે તમારે વધારે ફી ચૂકવવાની જરૂર નહીં પડે.
જો તમે પણ ઘરે બેઠા પાસપોર્ટ બનાવવા માંગો છો (How to Apply Passport Online), તો તેને બનાવવા માટે સરકારે M Passport Seva App લોન્ચ કરી છે. જેના દ્વારા એપ્લિકેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આ માટે તમારે અંદર જણાવવામાં આવેલો ચાર્જ ચૂકવવો પડશે. તમે ફક્ત તમારા ફોન પર એપ્લિકેશન ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો. આ માટે તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસ જવાની જરૂર નથી. પરંતુ એકવાર તમારે વેરિફિકેશન માટે જવું પડશે.
આ પણ વાંચો : Passport અને Visaને લઈ છો મૂંઝવણમાં ? તો અહીં સમજો કે બંને વચ્ચે શું છે તફાવત
પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી તે જાણો (How to Apply Passport Online)