કાર્બન ડેટિંગ શુ છે ? તેનાથી શુ જાણી શકાય છે ?

|

Oct 07, 2022 | 3:27 PM

લાકડું, કોલસો, અસ્થિ, પેઇન્ટિંગ, વાળ, કૃમિ, ચામડું અને ફળ જેવી કાર્બનિક સામગ્રી ધરાવતી વસ્તુ કે સામગ્રી કેટલી જૂની છે તે શોધવા માટે કાર્બન ડેટિંગ જરૂરી છે. આ પ્રકારે ચકાસાયેલી ઉંમર પણ અંદાજિત હોય છે, કોઈ ચોક્કસ નથી હોતી.

કાર્બન ડેટિંગ શુ છે ? તેનાથી શુ જાણી શકાય છે ?
carbon dating

Follow us on

ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં, જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ (Carbon Dating) પર સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશ એ કે વિશ્વેશની કોર્ટે નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો હતો. કોર્ટે આ કેસના નિર્ણય માટે આગામી તારીખ 11 ઓક્ટોબર આપી છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં કાર્બન ડેટિંગ પર દાવો દાખલ કરનાર હિન્દુ પક્ષની પાંચ મહિલાઓની ટીમના બે ભાગ પડ્યા છે. મુખ્ય અરજીકર્તા રાખી સિંહે કાર્બન ડેટિંગનો વિરોધ કર્યો હતો, જ્યારે બાકીના ચાર અરજદારો કાર્બન ડેટિંગની તરફેણમાં હતા. રાખી સિંહના વકીલનું કહેવું છે કે અમે શિવલિંગની કાર્બન ડેટિંગના વિરોધમાં છીએ. બાકીના સંકુલના કાર્બન ડેટિંગ માટે અમારો સંપૂર્ણ સહકાર રહેશે. આ સંજોગોમાં જાણીએ કે કાર્બન ડેટિંગ શુ છે, તેનાથી શુ થાય છે

કાર્બન ડેટિંગ શું છે

કાર્બન ડેટિંગની ટેક્નોલોજી 1949માં શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વિલિયર્ડ લિબ્બીએ શોધી કાઢી હતી. તેના દ્વારા કોઈ વસ્તુ કેટલી જૂની છે તે જાણી શકાય છે. આ માટે લાકડા, જૂની વસ્તુઓ અને ખડકોની ઉંમર શોધી શકાય છે.

કાર્બન ડેટિંગનો ઉપયોગ

કાર્બન ડેટિંગ એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ છે. તેના ઉપયોગ દ્વારા કાર્બનિક પદાર્થોની ઉંમર જાણી શકાય છે. આપણા પર્યાવરણમાં કાર્બનના ત્રણ આઇસોટોપ હોય છે. જેમા કાર્બન-12 (કાર્બન ડાયોક્સાઇડ), કાર્બન-13 અને કાર્બન-14 છે. કોઈ વસ્તુની ઉંમર અથવા તો તે કેટલી જૂની છે તે જાણવા માટે કાર્બન-14ની ચકાસણી કરવી જરૂરી છે, બાકીના બે આઇસોટોપ વાતાવરણમાં સરળતાથી મળી જાય છે. કાર્બન-14 એ કિરણોત્સર્ગી પદાર્થ છે. સમય જતાં તે જૈવિક શરીરમાં ઘટવા લાગે છે. તેના અર્ધ જીવનના સાતથી આઠ ચક્ર પૂર્ણ કર્યા પછી, કાર્બન-14નું પ્રમાણ લગભગ નહિવત્ રહે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કાર્બન-14 ક્યાં મળે છે ?

ખડકની ઉંમર કાર્બન ડેટિંગ દ્વારા ત્યારે જ નક્કી કરી શકાય છે. જો તેની નીચે કોઈ ઓર્ગેનિક સામગ્રી હોય, જેમ કે છોડના ભાગો અથવા મૃત જીવ. આનાથી તે ખડક કેટલા વર્ષ જૂનો છે તે જાણી શકાય છે. કાર્બન ડેટિંગનો ઉપયોગ દ્વારા આ જાણી શકાય છે. લાકડું, કોલસો, અસ્થિ, પેઇન્ટિંગ, વાળ, કૃમિ, ચામડું અને ફળ જેવી કાર્બનિક સામગ્રી ધરાવતી સામગ્રીની ઉંમર શોધવા માટે કાર્બન ડેટિંગ જરૂરી છે. આ પ્રકારે ચકાસાયેલી ઉંમર પણ અંદાજિત હોય છે, કોઈ ચોક્કસ નથી હોતી.

કાર્બન ડેટિંગ માટે આ જરૂરી છે

કાર્બન એક રાસાયણિક તત્વ છે. તેમાં ત્રણ મુખ્ય આઇસોટોપ્સ છે. C12, C13 અને C14. C14 આમાં સૌથી મહત્વપૂર્ણ છે અને તે કોસ્મિક કિરણો અને વીજળી સાથે પૃથ્વીના વાતાવરણમાં n-p પ્રતિક્રિયાની પ્રક્રિયા દરમિયાન રચાય છે. આઇસોટોપ C12 અને C13 સ્થિર છે, જ્યારે ત્રીજો આઇસોટોપ C14 કામચલાઉ છે. C14 ની વિશેષતા એ છે કે તે લીધેલા નમૂનામાં ચોક્કસ દરે વિઘટન થાય છે અને લગભગ 5730 ± 40 વર્ષમાં અડધુ થઈ જાય છે. આથી જે પણ ઓબ્જેક્ટનું કાર્બન ડેટિંગ કરવું હોય તો તેના સેમ્પલમાં ચારકોલ જેવો સેમ્પલ હોવો જરૂરી છે.

નમૂનાની તારીખ નમૂનામાં મળેલા C14 કાર્બનની માત્રાને વિઘટનના પ્રમાણભૂત દર સાથે સરખાવીને નક્કી કરવામાં આવે છે. આ ટેક્નિકથી 50 હજાર વર્ષ જૂની વસ્તુની ઉંમર જાણી શકાય છે. એક્સિલરેટેડ માસ સ્પેક્ટ્રોમેટ્રી (AMS), ઓપ્ટિકલ સ્ટિમ્યુલેટેડ લ્યુમિનેસેન્સ (OSL) અને Thorium-230 ડેટિંગનો ઉપયોગ વૈજ્ઞાનિક ડેટિંગ માટે થાય છે.

 

Next Article