બ્લેક કોકેઈન શું છે ? સ્નિફર ડોગ પણ તેને કેમ પકડી શકતા નથી ? જાણો ભારતમાં કેવી રીતે પહોંચી રહ્યું છે બ્લેક કોકેઈન

|

Oct 01, 2022 | 9:55 AM

એક મીડિયા અહેવાલ મુજબ ભારતમાં કોકેઈનનો (Cocaine) સૌથી મોટો સ્ત્રોત દક્ષિણ અમેરિકન દેશ છે. કોકેઇનના છોડ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે. તેથી, અહીંથી જ કોકેઇન મુંબઈ પહોંચે છે

બ્લેક કોકેઈન શું છે ? સ્નિફર ડોગ પણ તેને કેમ પકડી શકતા નથી ? જાણો ભારતમાં કેવી રીતે પહોંચી રહ્યું છે બ્લેક કોકેઈન
ભારતમાં પહેલી વાર મળી આવ્યુ બ્લેક કોકેઇન

Follow us on

ભારતમાં પહેલી વાર બ્લેક કોકેઈન (Black cocaine) મળી આવ્યુ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે બોલિવિયાથી મુંબઈ પહોંચેલી એક મહિલા પાસેથી 3.2 કિલો બ્લેક કોકેઈન જપ્ત કર્યું છે. NCBને માહિતી મળી હતી કે આ ડ્રગ દક્ષિણ અમેરિકાના નાગરિક મારફતે મુંબઈ પહોંચવાનું છે. જે પછી મહિલા ભારત પહોંચી ત્યારે તેની શોધખોળ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી બ્લેક કોકેઈનના 12 પેકેટ મળી આવ્યા હતા. ડ્રગની (drug) તપાસ દરમિયાન આ વાતની પુષ્ટિ પણ થઈ છે.

બ્લેક કોકેઈન ઓળખવું કેમ આટલું મુશ્કેલ છે અને તેની આડઅસર શું છે?

બ્લેક કોકેઈન શું છે?

બ્લેક કોકેઈન એક દુર્લભ ડ્રગ છે. તે સામાન્ય કોકેઈન અને અન્ય ઘણા રસાયણોનું મિશ્રણ છે. તે દક્ષિણ અમેરિકાથી ડ્રગ પેડલર મારફતે ભારત લાવવામાં આવી રહ્યું હતુ. તે દેખાવમાં કોલસા જેવુ દેખાય છે. તેને અત્યંત વ્યસનકારક ડ્રગ અને ગેરકાયદેસર ડ્રગની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેને કોકેઈન હાઈડ્રોક્લોરાઈડ અથવા કોકેઈન બેઝ કહેવામાં આવે છે. તે કોલસો, કોબાલ્ટ, એક્ટિવેટેડ કાર્બન અથવા આયર્ન સોલ્ટ જેવી વસ્તુઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આમ કરવાથી તેનો રંગ બદલાઈ જાય છે.

શા માટે પકડવું મુશ્કેલ છે?

સ્નિફર ડોગ્સ પણ બ્લેક કોકેઈન શોધી શકતા નથી. તેનું એક કારણ એ છે કે તેની ગંધ તટસ્થ થઈ જાય છે અને તેનો રંગ બદલાઈ જાય છે. રંગ બદલાય છે જેથી તેને ઓળખી ન શકાય. આ સિવાય તેમાં ઘણા પ્રકારના કેમિકલ ભેળવવામાં આવે છે જેથી તેમાંથી આવતી ખાસ પ્રકારની ગંધ ખતમ થઈ જાય છે. તેથી પોલીસ કે તપાસ ટીમ પણ ચેક પોઈન્ટ પરથી પસાર થતી વખતે તેને શોધી શકતી નથી. જ્યારે ગંધ ન હોય ત્યારે સ્નિફર ડોગ પણ તેને સૂંઘી શકતા નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારતમાં કોકેઈન કેવી રીતે પહોંચે છે?

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભારતમાં કોકેઈનનો સૌથી મોટો સ્ત્રોત દક્ષિણ અમેરિકન દેશ છે. કોકેઇનના છોડ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે. તેથી, અહીંથી જ કોકેઇન મુંબઈ પહોંચે છે અને મુંબઈથી તેને દેશના અન્ય શહેરોમાં મોકલવામાં આવે છે. ખાસ કરીને મેટ્રો શહેરો અને ગોવા. સામાન્ય રીતે નશા માટે વપરાતી તમામ દવાઓમાંથી કોકેઈન સૌથી મોંઘી છે. ઉચ્ચ વર્ગના સમાજમાં તેનો વધુ ઉપયોગ થાય છે.

તે કેટલું જોખમી છે?

બ્લેક કોકેઈનમાં અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી તે વધુ ખતરનાક છે. તેની ગંભીર આડઅસર થઈ શકે છે. તે લેનારાઓમાં સામાન્ય રીતે માથાનો દુખાવો અથવા ઉલટી થઈ શકે છે. આ સિવાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન, હાર્ટ એટેક, હેપેટાઇટિસ બી અને સીનું જોખમ રહેલું છે.

Next Article