શું ચેક બાઉન્સ થાય તો જવું પડી શકે જેલ ? જાણો શું છે નિયમો

તમારી નાની ભૂલ પર ચેક બાઉન્સ થઈ શકે છે અને જો ચેક બાઉન્સ થાય તો તમારે દંડ પણ ભરવો પડી શકે છે. બેંક તેમના ગ્રાહકો પાસેથી ચેક બાઉન્સ માટે દંડ વસૂલે છે. આ દંડ કારણો અનુસાર અલગ અલગ હોઈ શકે છે. આ શુલ્ક અલગ-અલગ બેંકો માટે અલગ-અલગ છે

શું ચેક બાઉન્સ થાય તો જવું પડી શકે જેલ ? જાણો શું છે નિયમો
| Edited By: | Updated on: Apr 07, 2023 | 9:46 AM

હાલના સમયમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ હજી પણ એવા ઘણા લોકો છે, જે ચેક દ્વારા પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે મોટા વ્યવહારો માટે માત્ર ચેકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવી સ્થિતિમાં તમારે ચેક દ્વારા પેમેન્ટ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ કારણ કે, ચેક ભરતી વખતે ઘણી કાળજી લેવી આવશ્યક છે. તમારી નાની ભૂલ પર ચેક બાઉન્સ થઈ શકે છે અને જો ચેક બાઉન્સ થાય તો તમારે દંડ પણ ભરવો પડી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં જેલ પણ થઈ શકે છે. જો તમે ચેકબુકનો ઉપયોગ કરો છો અને તમારો ચેક ક્યારેય બાઉન્સ થતો નથી, તો તમારા માટે તેના નિયમ વિશે જાણવું જરૂરી છે.

ચેક બાઉન્સ માટે કેટલી પેનલ્ટી

બેંક તેમના ગ્રાહકો પાસેથી ચેક બાઉન્સ માટે દંડ વસૂલે છે. આ દંડ કારણો અનુસાર અલગ અલગ હોઈ શકે છે. આ શુલ્ક અલગ-અલગ બેંકો માટે અલગ-અલગ હોય છે. ચેક બાઉન્સ માટેનો દંડ 150 રૂપિયાથી લઈને 750 રૂપિયા અથવા 800 રૂપિયા સુધીનો હોઈ શકે છે. અથવા તો 2 વર્ષ સુધીની કેદ અથવા ચેકની રકમ કરતાં બમણી રકમનો દંડ અથવા બંને થઈ શકે છે. જો કે, આ એ જ પરિસ્થિતિમાં થાય છે જ્યારે ચેક આપનારના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય અને બેંક ચેકને પાછો કરે.

નાની ભૂલ સામે દંડ ચૂકવવો પડશે

ખાતામાં જમા રકમ અથવા સહીમાં બદલાવ વગેરે બાબતોમાં ભૂલ, એકાઉન્ટ નંબરમાં ભૂલ, ઓવરરાઈટીંગ વગેરે જેવા અનેક કારણોસર ચેક બાઉન્સ થાય છે. આ સિવાય સમય મર્યાદા પૂરી થવા, ચેક પર કંપનીની સ્ટેમ્પ નહિ હોવા સાથે ઓવરડ્રાફ્ટ મર્યાદા વટાવી જવાને કારણે પણ ચેક બાઉન્સ થઈ શકે છે. જો કોઈપણ પરિસ્થિતિમાં ચેક બાઉન્સ થાય છે, તો બેંક તેનો દંડ તમારા ખાતામાંથી જ કાપી લે છે.

આ પણ વાંચો : Perfume અને Deodorant વચ્ચે શું તફાવત છે? જાણો ક્યારે અને કેવી રીતે કરવો જોઇએ ઉપયોગ

જેલ જવાની પરિસ્થિતી ક્યારે ઊભી થાય

ચેક બાઉન્સ કરવો એ ભારતમાં ગુનો માનવામાં આવે છે. નિયમો અનુસાર, જો દેવાદારનો ચેક બાઉન્સ થયાના એક મહિનાની અંદર ચેક ચૂકવવામાં સક્ષમ ન હોય તો તેના નામ પર કાનૂની નોટિસ જાહેર કરી શકાય છે. જો આ નોટિસનો જવાબ 15 દિવસમાં ના મળે તો આવી વ્યક્તિ સામે ‘નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881’ની કલમ 138 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. દેવાદાર પર કેસ નોંધાયા બાદ તેને દંડ થઈ શકે છે અથવા તેને બે વર્ષની જેલ થઈ શકે છે અથવા બંનેની જોગવાઈ છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

નોલેજ તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…