Traffic Rules: તમારી કારના કાચ સાથે કોઇ પણ પ્રયોગ કરતા પહેલા જાણી લેજો આ નિયમ, નહીંતર ભરવો પડી શકે છે દંડ

|

Jul 17, 2022 | 2:30 PM

કેટલાક લોકો સુરક્ષા અને પ્રાઈવેસી માટે તેમની કારના કાચને રંગીન કરે છે. કારના કાચને રંગવાનો (Tinted) અર્થ છે કે તેના પર કોઈ પ્રકારનું કોટિંગ લગાવવું. જેમાં સ્પ્રે, પેઇન્ટ અથવા પ્લાસ્ટિક ફિલ્મ પણ સામેલ થઈ શકે છે.

Traffic Rules: તમારી કારના કાચ સાથે કોઇ પણ પ્રયોગ કરતા પહેલા જાણી લેજો આ નિયમ, નહીંતર ભરવો પડી શકે છે દંડ
File photo

Follow us on

જો તમે હાલમાં જ નવી કાર ખરીદી છે અને તમે તમારા કારના કાચ બદલવાનું વિચારી રહ્યા છો, અથવા તો કાચનો (Glass of Car) રંગ બદલવાનું કે કોઇ લખાણ લખવાનું વિચારી રહ્યા છો, તો પહેલા ભારતમાં તેનાથી સંબંધિત કેટલાક નિયમો (Traffic Rules for car) જાણી લેજો, તમારા માટે આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. કારણકે નાની ભુલ પણ તમને ભારે પડી શકે છે. કારના માલિક દ્વારા કારના (Car) કાચથી કરવામાં આવતી સામાન્ય ભૂલો ભારે પડી શકે છે અને તમારે મોટો દંડ (Penalty) ભરવાનો વારો આવી શકે છે.

કલરફુલ કાચ પર પ્રતિબંધ

કેટલાક લોકો સુરક્ષા અને પ્રાઈવેસી માટે તેમની કારના કાચને રંગીન કરે છે. કારના કાચને રંગવાનો (ટીન્ટેડ કરવાનો) અર્થ છે કે તેના પર કોઈ પ્રકારનું કોટિંગ લગાવવું. જેમાં સ્પ્રે, પેઇન્ટ અથવા પ્લાસ્ટિક ફિલ્મ પણ સામેલ થઈ શકે છે. લોકો તેમના બજેટ પ્રમાણે ગ્લાસને ટીન્ટેડ કરાવે છે. જોકે, તે ભારતમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવામાં આવે છે. જો વાહન ચેકિંગ દરમિયાન તમારી કારના કાચ પર ટીન્ટેડ જોવા મળે તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે. હકીકતમાં ઘણી વખત કારમાં ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે જેના કારણે આ નિયમ બનાવવામાં આવ્યો છે. ભારતમાં ટીન્ટેડ ગ્લાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

કારના કાચ પર લખાણ લખવા પર પ્રતિબંધ

કેટલાક લોકોને પોતાના કારના કાચ પર કોઇ નામ કે અન્ય કોઇ લખાણ લખાવવાનો શોખ હોય છે. કેટલાક લોકો પોતાનો હોદ્દો પણ લખાવતા હોય છે. પણ હોદ્દાના ચક્કરમાં કારના કાચ ઉપર જાતિ સૂચક વાતો અથવા શબ્દો લખવનારા વાહનચાલકોને મસમોટો દંડ ફટકારવામાં આવે છે. કારના કાચ પર જાતિ સૂચક શબ્દ લખી શકાય નહિ કારણ કે ટ્રાફિકના નિયમો પ્રમાણે કાચ પર કોઇ લખાણ લખવુ પ્રતિબંધિત છે. આ નિયમ હેઠળ અત્યાર સુધીમાં હજારો લોકો દંડ ભરી ચુક્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો તમારા પાસે કાર છે અને તમે પણ પોતાના કારના કાચ પર કોઇપણ પ્રયોગ કરાવવાનું વિચારી રહ્યા છો તો ચેતી જજો. કારણે ભારતના ટ્રાફિકના નિયમો અનુસાર તમને આમ કરવા બદલ દંડ ભરવો પડી શકે છે. એટલુ જ નહીં જેલની હવા પણ ખાવી પડી શકે છે.

Next Article