શું ભારતમાં પણ જોવા મળશે પૂર્ણ ચંદ્રગ્રહણ? ચંદ્ર બની જશે બ્લડ મૂન- આખરે શું હોય છે આ ખગોળિય ઘટના?

Blood Moon Lunar Eclipse: વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ પ્રેમીઓ બ્લડ મૂન જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ એક દુર્લભ નજારો હશે, કારણ કે બ્લડ મૂન વારંવાર બનતું નથી. ચાલો જાણીએ કે આવું કેમ થાય છે.

શું ભારતમાં પણ જોવા મળશે પૂર્ણ ચંદ્રગ્રહણ? ચંદ્ર બની જશે બ્લડ મૂન- આખરે શું હોય છે આ ખગોળિય ઘટના?
| Updated on: Sep 05, 2025 | 4:12 PM

ટૂંક સમયમાં જ વિશ્વભરના લોકો રાત્રિના આકાશમાં ચંદ્રનો અનોખો નજારો જોઈ શકશે. આ અઠવાડિયાના અંતમાં પૂર્ણ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યુ છે, જે દરમિયાન ચંદ્ર લાલ બોલ જેવો દેખાશે. ખગોળશાસ્ત્રીઓ તેને બ્લડ મૂન કહી રહ્યા છે. આ એક દુર્લભ દૃશ્ય હશે, કારણ કે બ્લડ મૂન વારંવાર નથી જોવા મળતા. વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ પ્રેમીઓ તેને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ તેમના માટે આપણા બ્રહ્માંડમાં કંઈક ખાસ જોવાની અને તે કેવી રીતે કાર્ય કરે છે તે શીખવાની તક હશે.

ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે આવે છે. આ દરમિયાન, પૃથ્વીનો પડછાયો ચંદ્રમાની સપાટી પર પડે છે, જેનાથી ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. આ વખતે પૂર્ણ ચંદ્રગ્રહણ તાજેતરના વર્ષોમાં સૌથી લાંબુ ગ્રહણ બનવા જઈ રહ્યું છે. ખગોળશાસ્ત્રીઓ કહે છે કે સપ્ટેમ્બર 2025 માં પૂર્ણ ચંદ્રગ્રહણ 1 કલાક 22 મિનિટ સુધી ચાલશે. પરંતુ આ બ્લડ મૂન વિશે શું ખાસ છે અને આ ભયાનક લાલ રંગનું કારણ શું છે?

શું હોય છે બ્લડ મૂન?

પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન બ્લડ મૂન થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, જે ચંદ્રની સપાટી પર સીધો સૂર્યપ્રકાશ પહોંચતો અટકાવે છે. સંપૂર્ણપણે અંધારું થવાને બદલે, ચંદ્ર ઘેરો લાલ અથવા તાંબા જેવા રંગનો થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે. તે પ્રકાશને વાળી દે છે. વાતાવરણ વાદળી પ્રકાશને ફિલ્ટર કરે છે અને તેને વિખેરી દે છે. આનાાથી લાલ અને નારંગી રંગો પાછળ છોડી દે છે, જે ચંદ્રને ચમક આપે છે.

આ ઘટના ચંદ્રગ્રહણને અનોખી અને જોવામાં અદ્ભુત બનાવે છે, જે સૂર્યગ્રહણથી સંપૂર્ણપણે અલગ છે. ખાસ વાત એ છે કે સૂર્યગ્રહણ જોવા માટે ખાસ ચશ્માની જરૂર હોય છે, પરંતુ બ્લડ મૂન માટે કોઈ સુરક્ષાની જરૂર નથી. તમે તેને નરી આંખોથી સરળતાથી જોઈ શકો છો.

શું ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે?

7 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ એશિયા તેમજ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં દેખાશે. એશિયામાં, તે ભારત તેમજ પડોશી પાકિસ્તાન અને બાંગ્લાદેશ તેમજ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને મધ્ય પૂર્વના અન્ય દેશોમાંથી જોઈ શકાય છે. તે જ સમયે, પૂર્વ દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ ઉત્તર અમેરિકામાં ફક્ત આંશિક ચંદ્રગ્રહણ જ દેખાશે.

 

બ્લડ મૂન થી લઈને સૂર્ય ગ્રહણ સુધી.. સપ્ટેમ્બરમાં થવા જઈ રહી છે આ દુર્લભ ખગોળિય ઘટના.. ભારતમાં ક્યાં ક્યા જોવા મળશે- જાણી લો