Car Puncture : મુસાફરી દરમિયાન જો તમારી કારમાં પંકચર થઈ જાય તો કરો આ કામ, કોઈપણ ખર્ચ વિના થઈ જશે ઠીક

|

Jun 30, 2024 | 6:08 PM

જો તમે પણ કારમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. અહીં જાણો લાંબી મુસાફરી દરમિયાન જો ટાયર પંચર થઈ જાય તો શું કરવું. મિકેનિક વિના જાતે ટાયર પંચર કેવી રીતે ઠીક કરવું? આ રીતે તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વિના જાતે પંચર ઠીક કરી શકો છો.

Car Puncture : મુસાફરી દરમિયાન જો તમારી કારમાં પંકચર થઈ જાય તો કરો આ કામ, કોઈપણ ખર્ચ વિના થઈ જશે ઠીક
Car Puncture

Follow us on

ઘણી વખત, લાંબી મુસાફરી પર જતી વખતે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે, જેમાં સૌથી મોટો ભય કારના પંચરનો હોય છે. પરંતુ તમારે આટલું વિચારવાની જરૂર નથી, અહીં અમે તમને જણાવીશું કે જો મુસાફરીની વચ્ચે તમારી કારમાં પંચર પડી જાય તો તમે તેને જાતે કેવી રીતે ઠીક કરી શકો. આ માટે તમારે કોઈ મિકેનિકની જરૂર નહીં પડે. આ માટે તમારે ફક્ત આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

ટાયર પંચર થવાના કિસ્સામાં કરો આ બાબતો

  • જો કોઈ ટાયર પંચર થઈ જાય, તો સૌ પ્રથમ તેને ધક્કો મારીને અથવા વાહન ચલાવીને રોડની બાજુમાં લઈ જાઓ. કારને તેની બાજુમાં પાર્ક કર્યા પછી,તેનું ઇન્ડિકેટર ચાલુ કરો.
  • પંચર ઠીક કરવા માટે, કારમાં હાજર પંચર કીટને બહાર કાઢો, જેક, રેંચ અને પ્લાસ તેમાં સૌથી મહત્વપૂર્ણ છે. આ પછી, કારના ટાયરની નીચે એક જેક મૂકો અને ટાયર ખોલવાનું શરૂ કરો.
  • ટાયર ખોલ્યા બાદ સ્પેયર ટાયર કાઢો, અને બધા નટ્સ અને બોલ્ટને યોગ્ય રીતે ટાઈટ કરી લો. ટાયર ફિક્સ થયા બાદ તમે તમારી આગળની યાત્રા પર આગળ વધી શકશો.
  • તમારી કારમાં પંચર કીટ રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારમાં ફર્સ્ટ એઇડ બોક્સ અને પંચર કીટ બંને રાખવાના ઘણા ફાયદા છે. આ તમારી સમસ્યામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે પંચર કીટ ખરીદવા માંગો છો, તો તમે તેને કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ઓનલાઈન ખરીદી શકો છો. તમે આને 400-500 રૂપિયામાં સરળતાથી મેળવી શકો છો.

Kva Plus Kv-136: પંચર કીટ

તમને આ ટ્યૂબલેસ ટાયર પંચર રિપેર કિટ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર માત્ર રૂ. 228માં મળી રહી છે. આ પંચર કીટનો ઉપયોગ માત્ર કાર માટે જ નહીં પરંતુ બાઇક, ટ્રક અથવા અન્ય કોઈપણ વાહનમાં પંચર રિપેર કરવા માટે પણ થઈ શકે છે. આ કિટમાં તમને તમામ જરૂરી ટૂલ્સ મળે છે જેની મદદથી તમે ઝડપથી પંચર ઠીક કરી શકો છો.

આ પંચર કિટ્સ સિવાય, તમને બીજા ઘણા વિકલ્પો મળી રહ્યા છે જે તમે તમારી જરૂરિયાત અને બજેટ પ્રમાણે ખરીદી શકો છો.

ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?

amiciAuto ટાયર પંચર રિપેર કિટ

તમને આ સંપૂર્ણ ટાયર પંચર રિપેર કિટ માત્ર રૂ. 547માં મળી રહી છે. આ પંચર કીટ દ્વારા તમે તમારી કારને ફરીથી ચલાવવા યોગ્ય બનાવી શકો છો. જો તમે આ કિટમાં સાધનોનો ઉપયોગ કરવાનું જાણી લેશો તો તમારે મિકેનીકલ ખર્ચ ઘટી જશે.

Next Article