ભારતીય રેલવે મંત્રાલય તમને આપશે 10 હજારનું ઈનામ, બસ કરો આ કામ

Knowledge : ભારતીય રેલવેએ પોતાના મુસાફરો માટે એક સ્પર્ધાનું આયોજન કર્યુ છે, જેમાં તેઓ 10 હજાર સુઘીનું ઈનામ જીતી શકે છે. ચાલો જાણી તે સ્પર્ધા વિશે.

ભારતીય રેલવે મંત્રાલય તમને આપશે 10 હજારનું ઈનામ, બસ કરો આ કામ
Indian Railway
Image Credit source: flicker
| Edited By: | Updated on: Jun 16, 2022 | 6:17 PM

દિવસ-રાત ચાલતી ભારતીય રેલવે દરરોજ હજારો યાત્રીઓને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડે છે. એક રીતે ભારતીય રેલવે ( Indian Railway) દેશની લાઈફલાઈન સમાન છે. દક્ષિણ થી લઈને ઉત્તર સુધી, પૂર્વથી લઈને પશ્વિમ સુધી દેશના ખૂણે ખૂણે ભારતીય રેલવેના ટ્રેક છવાયેલા છે. દેશમાં ભાગ્યે જ કોઈ એવુ હશે, જેણે ભારતીય રેલવે ટ્રેનની મુસાફરી ના કરી હોય. દેશના અનેક લોકોની ભાવના ભારતીય રેલવે સાથે જોડાયેલી હોય છે. અનેક લોકોની ભારતીય રેલ્વેની સાથે જોડાયેલી ખરાબ અને સારી યાદો પણ હશે. ભારતીય રેલ્વે છેલ્લા કેટલાક સમયથી પોતાની સેવાઓ અપડેટ કરી રહ્યુ છે.જેથી લોકોને ભારતીય રેલવે પાસેથી સારી સુવિધાઓ મળી શકે અને તેમની યાત્રા સરસ અને યાદગાર રહે. ભારતીય રેલવે મંત્રાયલ (ministry of indian railways) આના માટે સતત પ્રયાસ કરી રહ્યુ છે. હાલમાં ભારતીય રેલવેએ પોતાના મુસાફરો માટે એક સ્પર્ધાનું આયોજન કર્યુ છે, ચાલો જાણીએ આ સ્પર્ધા વિશે.

ભારતીય રેલવે પોતાના મુસાફરો માટે વાર્તા સ્પર્ધાનું આયોજન કરી રહી છે, જેમાં તેમણે પોતાની રેલવે યાત્રા પર હિન્દીમાં વાર્તા લખવાની રહેશે. સૌથી સારી વાર્તાઓને રેલવે મંત્રાલય દ્ધારા 10 હજાર સુધીનું ઈનામ અને પ્રમાણ પત્ર મળશે. આ સ્પર્ઘા દ્વારા ભારતીય રેલવે લોકોના અનુભવ જાણવા માંગે છે, હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માંગે છે અને આ લોકોના અનુભવ પરથી પોતાની સેવાઓને વધારે સારી કરવા માંગે છે. ચાલો જાણીએ આ સ્પર્ધામાં ભાગ કઈ રીતે લઈ શકાય.

સ્પર્ધા માટે શું કરવુ પડશે ?

1) રેલવે પ્રવાસની વાર્તાનો લેખ હિન્દી ભાષામાં હોવો જોઈએ.

2) આ લેખ ઓછામાં ઓછો 3000 અને વધુમાં વધુ 3500 શબ્દોનો હોવો જોઈએ.

3) લેખના અક્ષર ડબલ સ્પેસમાં ટાઈપ કરો અને ચારે બાજુએ એક ઈંચ માર્જિન છોડો.

4) આ સાથે લેખના શબ્દોની સંખ્યા પણ લખો.

5)વાર્તાની શરૂઆતમાં નામ, હોદ્દો, ઉંમર, ઓફિસ કે સરનામું મોટા અક્ષરોમાં દર્શાવવું.
આ ઉપરાંત તમારી માતૃભાષા, મોબાઈલ નંબર, ઈ-મેઈલ વગેરે પણ લખવું.

6)ટ્રેનના પ્રવાસનું વર્ણન અસલ હોવુ જોઈએ અને લેખ લખનાર કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા અગાઉથી પુરસ્કાર આપવામાં આવેલ ન હોવો જોઈએ.

ક્યાર સુધી અને ક્યાં મોકલવું?

રેલ પ્રવાસ વાર્તા સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો તેમના લેખો 31 ઓગસ્ટ, 2022 સુધીમાં મોકલી શકે છે. લેખ મોકલવાનું સરનામું – સહાયક નિયામક, હિન્દી (તાલીમ), રૂમ નં. 536-ડી, રેલવે મંત્રાલય (રેલવે બોર્ડ), રાયસીના રોડ, નવી દિલ્હી-110001

વિજેતાને શું મળશે ?

આ સ્પર્ધામાં વિજેતાઓને ક્રમશ 10 હજાર, 8 હજાર , 6 હજાર અને 4 હજાર રુપિયાનું ઈનામ અને પ્રમાણપ્રત્ર આપવામાં આવશે.