AI ની દુનિયાના મંચ પર હિંદુ સંતની એન્ટ્રી, એન્થ્રોપિકે હવે AI ને સદાચારના પાઠ ભણાવવા હિંદુ સંતને કર્યા આમંત્રિત- Video

AI ની દુનિયાના વૈશ્વિક મંચ પર ભગવા વસ્ત્ર પરિધાનમાં એક હિંદુ સંતને આમંત્રિત કરવામાં આવ્યા. આ હિંદુ સંત છે સ્વામી સર્વપ્રિયાનંદ, જેઓ ન્યૂયોર્કની વેદાંતા સોસાયટીના મંત્રી છે. સ્વામી સર્વપ્રિયાનંદે જણાવ્યુ કે તેમને થોડા સપ્તાહ પહેલા તેમને ક્લાઉડ દ્વારા એક ફોન આવ્યો હતો. જે એન્થ્રોપિક દ્વારા હતો અને તેમને ચર્ચા કરવા માટે પૂછવામાં આવ્યુ.  ત્યારબાદ તેમને સાન ફ્રાન્સિસ્કો સ્થિત AI હેડ ક્વાર્ટરમાં વાત કરવાનું આમંત્રિત કરાયા.  હિંદુ સંતને એન્થ્રોપિકના હેડ ક્વાર્ટરમાં આમંત્રણ મળવુ એ દરેકના મનમાં એક કુતુહલ જગાડે છે કે આખરે કેમ AI ના મંચ પર ભગવાધારી હિંદુ સંતને આમંત્રિત કરાયા? શું સિલિકોન વેલી હવે ધર્મ અને અધ્યાત્મ શરણે જવા માગે છે? જો એવુ છે તો સવાલ એ છે કે સમગ્ર માનવતા માટે એક પડકાર બનેલા AI બનાવનારને તેની જરૂર કેમ ઉભી થઈ?

AI ની દુનિયાના મંચ પર હિંદુ સંતની એન્ટ્રી, એન્થ્રોપિકે હવે AI ને સદાચારના પાઠ ભણાવવા હિંદુ સંતને કર્યા આમંત્રિત- Video
| Updated on: Nov 03, 2026 | 3:34 PM

ન્યૂયોર્ક ટાઈમ્સની એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સિલિકોન વેલીના ધારદાર દિમાગ હવે AI ને માત્ર કોડ નહીં પરંતુ સદાચાર પણ શીખવશે. આ જ કારણ છે કે AI કંપની એન્થ્રોપિકે ધર્મના જાણકારોને આમંત્રિત કર્યા. છેલ્લા કેટલાક મહિનાઓથી Anthropic દ્વારા વિવિધ અહેવાલો મુજબ ‘Wisdom Tradition Circles’ નામે ચર્ચાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ચર્ચાઓમાં કેથોલિક અને ઇવેન્જેલિકલ વિચારકો, યહૂદી વિદ્વાનો, શીખ માનવાધિકાર કાર્યકર્તા તેમજ આફ્રિકન દાર્શનિક પરંપરાઓ સાથે કામ કરતા લોકો સામેલ થયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, કંપનીએ કેટલાક વરિષ્ઠ ધાર્મિક નેતાઓ સાથે પણ ખાનગી ચર્ચાઓ કરી હોવાના અહેવાલ છે. તેમાં કાર્ડિનલ બ્લેઝ કપિચ અને મોર્મન એપોસ્ટલ ગેરિટ ડબલ્યુ. ગોંગ જેવા નામોનો સમાવેશ થાય છે. જોકે, આ ચોક્કસ બેઠકો અંગેની માહિતી સેકન્ડહેન્ડ રિપોર્ટિંગ પર આધારિત છે અને Anthropic દ્વારા તેની સીધી પુષ્ટિ કરવામાં આવી નથી. આજે ભલે AI સવાલોનો જવાબ આપી રહ્યુ હોય, પરંતુ એક ડર એવો પણ વ્યક્ત કરાઈ રહ્યો છે કે એ સમય દૂર નથી કે AI આપોઆપ નિર્ણયો લેવા લાગશે....

Published On - 9:40 pm, Thu, 8 October 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.