જે સમયે ભારતમાં કોઈના અંતિમ સંસ્કાર પણ થતા નથી, બરાબર એ સંધ્યા સમયે અંગ્રેજોએ આ વીર સપૂતોને આપી દીધી ફાંસી- વાંચો

23 માર્ચ 1931ની એ સાંજ, સમય હતો 7:33 અને હસતા હસતા ફાંસી પર લટકી ગયા ત્રણ વીર સપૂતો... અંગ્રેજોની દમનકારી નીતિ સામે આઝાદીની લડાઈ લડતા દેશના વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને આજે 93 વર્ષ પુરા થઈ ગયા. અંગ્રેજો આ ત્રણેયની વીરતાથી એટલા ડરેલા હતા કે તેમને 24 માર્ચે સવારે 8 વાગ્યે ફાંસી આપવાની હતી પરંતુ ડઘાઈ ગયેલા અંગ્રેજોએ ત્રણેયને 23 માર્ચે સાંજે 7.33 એ ફાંસી આપી દીધી.

જે સમયે ભારતમાં કોઈના અંતિમ સંસ્કાર પણ થતા નથી, બરાબર એ સંધ્યા સમયે અંગ્રેજોએ આ વીર સપૂતોને આપી દીધી ફાંસી- વાંચો
| Updated on: Mar 23, 2025 | 9:18 PM

‘शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस मेले वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा।’ -जगदंबा प्रसाद हितैषी અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડતા દેશના વીર સપૂત ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને ક્યારેય ભૂલી ન શકાય. આજના દિવસે આ ત્રણેય વીરોના બલિદાનને 93 વર્ષ પુરા થઈ ગયા છે. કોર્ટના આદેશ બાદ આ ત્રણેયને 24 માર્ચ 1931ની સવારે 8 વાગ્યે ફાંસી આપવાની હતી પરંતુ તેમની વીરતાથી ડરેલા અંગ્રેજોએ ત્રણેયને 23 માર્ચ 1931 એ સાંજના સાત વાગ્યા આસપાસ જ ફાંસી આપી દીધી. આથી જ આજના દિવસની ઈતિહાસની આ સૌથી મોટી ઘટનાને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભગતસિંહ એક સ્વાતંત્ર્ય સેનાની તો હતા જ પરંતુ તેમની અંદર એક લેખકનો આત્મા પણ પડેલો હતો. ભગતસિંહ અવારનવાર જેલમાંથી પત્ર લખતા હતા અને તેમણે જેલમાંથી છેલ્લો પત્ર તેમના સાથીઓ માટે લખ્યો હતો. જે ઉર્દુમાં લખાયો હતો. પત્રનો હિંદી અનુવાદ ચમનલાલના પુસ્તક The Bhagat Singh Reader માંથી લેવામાં આવ્યો છે. જેમા તેમણે લખ્યુ છે કે, “સ્વાભાવિક છે જીવવાની ઈચ્છા મારામાં...

Published On - 8:38 pm, Sun, 23 March 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો