તુર્કી-સીરિયા જેવો ભૂકંપ તમારા શહેરમાં આવે તો શું કરવું ? જાણો ભૂકંપ દરમિયાન અને બાદમાં કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ

જો તમારા વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવે તો તમે શું કરશો ? તુર્કીના આવેલા ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય તો શું કરશો ? ભૂકંપ દરમિયાન અને ભૂકંપ બાદ શું કરશો ? ચાલો જાણીએ તેની વિશેની માહિતી વિગતવાર.

તુર્કી-સીરિયા જેવો ભૂકંપ તમારા શહેરમાં આવે તો શું કરવું ? જાણો ભૂકંપ દરમિયાન અને બાદમાં કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ
Earthquake Safety Tips
Image Credit source: Tv9 Gfx
| Edited By: | Updated on: Feb 12, 2023 | 2:26 PM

તુર્કીમાં સોમવારે આવેલા ભૂકંપને કારણે આજે 12 ફેબ્રુઆરી સુધીમાં 28 હજારથી વધારે લોકોમાં મોત થયા છે. આ ઘટનામાં 80 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપ દરમિયાનના અને બાદના અનેક વીડિયો-ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. કાટમાળમાંથી કલાકો બાદ પણ લોકો જીવતા બહાર આવી રહ્યાં છે. કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે પણ ભૂકંપ સમયે પોતાની સુરક્ષા કરી શકો છો. તેની સંપૂર્ણ માહિતી તમને આ અહેવાલમાં જાણવા મળશે.

ભૂકંપીય ગતિવિધીનો અભ્યાસ કરનાર સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વેના સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સએ વિનાશક ભૂકંપના 3 દિવસ પહેલા ટ્વિટર પર ભવિષ્યવાણી કરી હતી કે આજે અથવા કાલે દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબનોન આસપાસના વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે અને પછી જે થયું તે આપણે સૌ જાણીએ છે. આજ વ્યક્તિએ ભારતમાં ભૂકંપને લઈને કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે.

ભારતમાં ભૂકંપની શક્યતાઓ

 

ડચ સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિશે સમાન ભવિષ્યવાણી કરી હતી. ફ્રેન્ક હગરબીટ્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાનિસ્તાનમાં મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરતો જોવા મળી રહ્યો છે. ડચ સંશોધકનું અનુમાન છે કે ભૂકંપીય ગતિવિધી ભારત અને પાકિસ્તાનમાંથી પસાર થશે અને અંતે હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે.

12 દિવસમાં 10 વાર ધ્રૂજી ગુજરાતની ધરા

  • 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કાલે તમારા વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવે તો તમે શું કરશો ? તુર્કીના આવેલા ભૂકંપ જેવી સ્થિતિ સર્જાશે, તો શું કરશો ? ભૂકંપ દરમિયાન અને ભૂકંપ બાદ શું કરશો ? ચાલો જાણીએ તેની વિશેની માહિતી વિગતવાર.

ભૂકંપ દરમિયાન ઘરમાં હોઈએ તો શું કરશો ?

  • ભૂકંપના આંચકા અનુભવાય તો ડરો નહીં અને અન્ય લોકોને સાવધાન કરો.
  • ઘરમાંથી બહાર નીકળવું અશક્ય હોય તો ટેલબ નીચે પોતાને સુરક્ષિત રાખો.
  • બાળકો અને વૃદ્ધોને મદદ કરો.
  • ભૂકંપ બાદ પરિવાર અને સમાજના અન્ય લોકોની બચાવ કામગીરીમાં મદદ કરો.
  • બારી, ઝૂમર કે કાચ જેવી પડી શકે તેવી વસ્તુઓથી દૂર રહો.
  • સૂતા હોઈ તો ઓશીકાની નીચે મોઢું ઢાંકો.
  • લિફ્ટ કે જર્જરીત સીડીનો ઉપયોગ ન કરો.

ભૂકંપ દરમિયાન ઘરની બહાર હોઈએ તો શું કરશો ?

  • ખુલ્લા મેદાન તરફ જવાના પ્રયાસ કરો. થાંભલા, મકાનો અને ઝાડથી દૂર રહો.
  • ગાડી કે વાહનમાં હોઈએ તો તરત અટકી જાઓ.
  • ગાડીમાં બેસી રહો અને આંચકા બંધ થાય ત્યારે બહાર આવો.
  • ઊંચી ઈમારતો, બ્રિજ અને થાંભલાથી પોતાને અને પોતાની ગાડીને દૂર રાખો.

ભૂકંપ બાદ કાટમાળમાં હોઈએ તો શું કરશો ?

  • જો કાટમાળ નીચે ફસાઈ જાઓ તો ડરો નહીં, હિંમત રાખો.
  • મોઢાને કોઈક કપડાથી ઢાંકી લો.
  • મદદ માટે જોરજોરથી ચીસો પાડો.
  • કાટમાળ હટાવવા માટે પ્રયત્ન કરવાનું ટાળો.
  • ભૂકંપ બાદ ગેસ લીક થવાનો ખતરો હોય છે તો માચીસ ન સળગાવો.
  • તમારી પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ હોય તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની લોકેશન શેયર કરતા રહો.