
આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે ભારતીય હોવા છતા જાપાનના લોકો તેમને ન માત્ર ઓળખે છે, પરંતુ ભગવાનની જેમ તેમની પૂજા પણ કરે છે. અમે જે ભારતીય વિશે વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે રાધાબિનોદ પાલ, કદાચ તમે આ મહાન વ્યક્તિનું નામ નહીં સાંભળ્યું હોય, પરંતુ જાપાનમાં તેમને ભગવાન માનવામાં આવે છે. એવા ઘણા ભારતીયો હશે, જેઓ રાધાબિનોદ પાલને ઓળખતા પણ નહીં હોય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં લોકો આ વ્યક્તિને ન તો માત્ર ઓળખે છે, પરંતુ તેમની ભગવાનની જેમ પૂજા પણ કરે છે. આ જ કારણ છે કે જાપાનના યાસુકુની મંદિર અને ક્યોટોમાં ર્યોઝેન ગોકોકુ મંદિરમાં તેમની યાદમાં વિશેષ સ્મારકો બનાવવામાં આવ્યા છે. ત્યારે આ લેખમાં જાપાનમાં લોકો તેમને કેમ ભગવાન માને છે, તેના વિશે જાણીશું. રાધાબિનોદ પાલ આંતરરાષ્ટ્રીય ન્યાયશાસ્ત્રી અને ન્યાયાધીશ હતા રાધાબિનોદ પાલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ન્યાયશાસ્ત્રી અને ન્યાયાધીશ હતા. તેમનો જન્મ 27 જાન્યુઆરી 1886ના રોજ તત્કાલિન બંગાળ પ્રાંતમાં થયો હતો. રાધાબિનોદ પાલે 1907માં...