
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
પુસ્તકના પાનેથીની આ નવી સીરીઝમાં તમે ભારતીય ઇતિહાસની મહિલા વીરાંગનાઓ વિશે જાણી શકશો. મહિલા દિવસના ઉપક્રમે તમે આ સીરીઝમાં આવી જ વિરાંગનાઓ અંગે માહિતી પ્રાપ્ત કરશો . તો આજે જાણીએ એવી વીર માતા પન્ના વિશે, જેણે રાજકુમારના રક્ષણ માટે પોતાના પુત્ર ચંદનની આહુતિ આપી દીધી. અને પોતાના હાથે જ પોતાના પુત્રના અગ્નિસંસ્કાર કર્યા, રાણા ઉદયસિંહના રક્ષણ માટે પોતાના પુત્ર ચંદનના જીવની પરવા કર્યા વિના તેમણે પોતાનો રાજધર્મ નિભાવ્યો.
આ અગાઉના એપિસોડમાં આપણે હાડી રાની વિશે જાણ્યું હતું. હાડી રાણીને આજની પેઢી ભાગ્યે જ ઓળખતી હશે. તેઓ વીર મહિલા અને કુશલ રાજનીતિજ્ઞ હતા. રાજા જ્યારે ઔરંગઝેબ સામે લડત આપતા ઇજાગ્રસ્ત થઈને પરત આવ્યા ત્યારે હાડી રાણીએ કિલ્લાના દરવાજા જ બંધ કરી દીધા અને કહ્યું કે એ મારો વર ન હોય જે આ રીતે યુદ્ધ વિના પાછા આવે. જોકે હાડી રાણીના માતાએ તેમને સમજાવ્યા કે રાજા ડરીને નહીં પરંતુ ઇજાગ્રસ્ત થઈને આવ્યા છે.
Published On - 6:44 pm, Fri, 10 March 23