
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારકે તમને વિવિધ રસપ્રદ રાજકીય ઘટનાઓ અંગે માહિતી આપીશું, તો ચાલો આજે જાણીએ દેવેન્દ્ર પટેલ લિખિત પુસ્તક ગુજરાતની અસ્મિતાના પેજ નંબર 242 નંબર ઉપર આપેલી માહિતી કે બનાસકાંઠા માટે ગલબા કાકાએ શું કામ કર્યું
Published On - 6:47 am, Tue, 13 December 22