
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
આજે જાણીએ છત્રપતિ શિવાજી મહારાજના જીવનની અજાણી વાતો. આ ઐતિહાસિક વિગતો યુગપ્રર્વતક શિવાજી મહારાજ પુસ્તકમાં આપવામાં આવી છે પુસ્તક યુગપ્રવર્તક શિવાજી મહારાજના પેજ નંબર 206માં વિગતો આપવામાં આવી છે કે ઔરંગઝેબના શાસનમાં હિન્દુઓ દુકી હતા તે સમયે શિવાજી મહારાજે ઔરંગઝેબને પત્ર લખ્યો હતો અને તેને કેટલાક સવાલો પૂછ્યા હતા. આ પત્રમાં શિવાજી મહારાજે શું લખ્યું હતું તે અંગે ચાલો જાણીએ આજના એપિસોડમાં. શિવાજી મહારાજ માનવતાની વાતો કરનારા વ્યક્તિ હતા અને ભેદભાવથી પર હતા.
Published On - 9:26 am, Sat, 18 February 23