…જ્યારે પાકિસ્તાનીઓ ભારતમાં છપાયેલી ચલણી નોટોનો કરતા હતા ઉપયોગ, જાણો શું હતું કારણ

વર્ષ 1947માં વિભાજન બાદ પાકિસ્તાનનો જન્મ થયો, પરંતુ આ નવા રાષ્ટ્રને તેની વહીવટી, આર્થિક અને નાણાકીય વ્યવસ્થા સ્થાપિત કરવામાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. વિભાજન થતાં જમીનો અને મિલકતોના ભાગલા પાડવામાં આવ્યા. ત્યારે આ લેખમાં જાણીશું કે, પાકિસ્તાન કેમ ભારતીય ચલણનો ઉપયોગ કરતું હતું.

...જ્યારે પાકિસ્તાનીઓ ભારતમાં છપાયેલી ચલણી નોટોનો કરતા હતા ઉપયોગ, જાણો શું હતું કારણ
Indian Currency
| Updated on: Nov 21, 2024 | 5:32 PM

વર્ષ 1947માં ભારતની ધરતી પર એક રેખા દોરવામાં આવી અને સત્તાવાર રીતે પાકિસ્તાન નામના દેશનો જન્મ થયો, પરંતુ આ નવા રાષ્ટ્રને તેની વહીવટી, આર્થિક અને નાણાકીય વ્યવસ્થા સ્થાપિત કરવામાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. વિભાજન થતાં જમીનો અને મિલકતોના ભાગલા પાડવામાં આવ્યા. વિભાજન પછી ભારતે નવા રચાયેલા દેશ પાકિસ્તાનના પાયાને મજબૂત કરવા માટે દરેક શક્ય મદદ પૂરી પાડી. આવી જ એક મદદ પાકિસ્તાન માટે કરન્સી પ્રિન્ટિંગ હતી. કારણ કે ભારતથી અલગ થયા બાદ પાકિસ્તાનની રચના થઈ હતી. આ કારણે વિભાજન પછી તેની પાસે સેન્ટ્રલ બેંક સિસ્ટમ જેવી કોઈ સંસ્થા નહોતી. પાકિસ્તાન પાસે ન તો તેનું પોતાનું ચલણ હતું અને ન તો તેને છાપવા માટે કોઈ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. પાકિસ્તાનના વિસ્તારોમાં ચલણ છાપી શકે તેવી કોઈ પ્રિન્ટિંગ પ્રેસ કે કોઈ સિસ્ટમ નહોતી. વિભાજન પછી તરત જ, પાકિસ્તાનને તેની અર્થવ્યવસ્થાને સરળતાથી ચલાવવા માટે અસરકારક ચલણની જરૂર હતી. પાકિસ્તાનને તેની કરન્સીની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારત પર નિર્ભર હતું. ભારતીય રિઝર્વ બેંકે આ મુદ્દાને ઉકેલવા...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો