AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેશ કે ઓનલાઇન? મકાન માલિકને કઈ રીતે ભાડું ચૂકવવું વધુ સેફ, એક નાની ભૂલ તમને મુકી શકે છે મોટી મુશ્કેલીમાં

જો મકાન માલિક તમારી પાસે માત્ર કેશ પેમેન્ટનો જ આગ્રહ રાખતા હોય, તો કાયદાકીય રીતે પોતાને સુરક્ષિત રાખવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે ખાસ જાણો. રેન્ટ એગ્રીમેન્ટથી લઈને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનના છુપા ફાયદાઓ આ અહેવાલમાં સમજો.

કેશ કે ઓનલાઇન? મકાન માલિકને કઈ રીતે ભાડું ચૂકવવું વધુ સેફ, એક નાની ભૂલ તમને મુકી શકે છે મોટી મુશ્કેલીમાં
| Updated on: Jul 05, 2026 | 8:02 PM
Share

નવા ઘરમાં રહેવા જતી વખતે કે દર મહિનાની શરૂઆતમાં દરેક ભાડુઆતના મનમાં એક સવાલ જરૂર થાય છે કે મકાન માલિકને ભાડું રોકડામાં આપવું સારું કે ઓનલાઇન ટ્રાન્સફર કરવું? ઘણા લોકોને દર મહિને હાથમાં રોકડા પૈસા આપવા વધુ સરળ લાગે છે, જ્યારે ઘણા લોકો યુપીઆઈ કે નેટ બેંકિંગનો ઉપયોગ કરે છે. પરંતુ ભવિષ્યમાં જો ભાડાને લઈને મકાન માલિક સાથે કોઈ વિવાદ થાય, તો તમારી સુરક્ષા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ સાબિત થશે? નિષ્ણાતોના મતે ભાડું ચૂકવવાની રીત માત્ર તમારી સગવડનો નહીં, પણ તમારી કાનૂની સુરક્ષાનો બહુ મોટો મામલો છે.

એક્સપર્ટ્સ કેમ ઓનલાઇન પેમેન્ટની સલાહ આપે છે?

મોટાભાગના કાયદાકીય અને નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે જો શક્ય હોય તો ભાડું હંમેશા ઓનલાઇન જ ચૂકવવું જોઈએ. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે ઓનલાઇન પેમેન્ટ કરવાથી બેંક કે યુપીઆઈ એપમાં તેનો પાકો ડિજિટલ રેકોર્ડ આપોઆપ તૈયાર થઈ જાય છે. કઈ તારીખે, કેટલા પૈસા અને કયા એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા તેની પૂરી વિગત સુરક્ષિત રહે છે. જો ભવિષ્યમાં ક્યારેય મકાન માલિક એવો દાવો કરે કે તેમને ભાડું મળ્યું જ નથી, તો આ બેંક સ્ટેટમેન્ટ તમારા માટે સૌથી મોટો કાનૂની પુરાવો બનશે.

ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતી વખતે આ એક નાની ભૂલ ક્યારેય ન કરો

જ્યારે પણ તમે યુપીઆઈ, ગુગલ પે કે બેંક ટ્રાન્સફર દ્વારા ભાડું ચૂકવો, ત્યારે પૈસા મોકલતી વખતે ‘રિમર્ક’ (Remark) અથવા મેસેજના બોક્સમાં ‘હાઉસ રેન્ટ’ અને જે તે મહિનાનું નામ (દાખલા તરીકે: House Rent July) લખવાનું ક્યારેય ન ભૂલશો. આ એક નાની આદત મહિનાઓ કે વર્ષો પછી પણ બેંક સ્ટેટમેન્ટ જોતાં જ સાબિત કરી દેશે કે આ પૈસા માત્ર ઘરભાડા પેટે જ ચૂકવવામાં આવ્યા હતા.

જો કેશમાં ભાડું આપતા હોવ, તો આ સાવધાની રાખવી ફરજિયાત છે

નકદમાં ભાડું ચૂકવવું બિલકુલ ગેરકાનૂની કે ખોટું નથી, આજે પણ દેશમાં લાખો લોકો રોકડેથી જ વ્યવહાર કરે છે. પરંતુ કેશ પેમેન્ટમાં રાખેલી એક નાની બેદરકારી ભવિષ્યમાં મોટી આફત લાવી શકે છે. જો તમે મકાન માલિકને રોકડા પૈસા આપો છો, તો દરેક વખતે તેમની પાસેથી સહી કરેલી લેખિત રસીદ (Rent Receipt) લેવાનો આગ્રહ રાખો. આ રસીદમાં ભાડાની રકમ, તારીખ, કયા મહિનાનું ભાડું છે તેની વિગત અને મકાન માલિકની સહી હોવી અનિવાર્ય છે. જો કોઈ વિવાદ થાય અને તમારી પાસે રસીદ ન હોય, તો તમે ભાડું આપ્યું છે તે સાબિત કરવું અશક્ય બની જશે.

મકાન માલિક માત્ર રોકડા પૈસા જ માંગે તો શું કરવું?

ઘણી વખત મકાન માલિકો ઓનલાઇન સિસ્ટમથી ટેવાયેલા ન હોવાને કારણે અથવા પોતાની સગવડ માટે માત્ર કેશ લેવાનો જ આગ્રહ રાખતા હોય છે. આવી સ્થિતિમાં તમારે કોઈપણ સંકોચ વગર રસીદ માંગવી જોઈએ. જો મકાન માલિક રસીદ આપવાની ના પાડે અથવા બહાના બનાવે, તો પરાણે પણ ભાડું ઓનલાઇન મોકલવાનો જ આગ્રહ રાખો જેથી તમારી પાસે પેમેન્ટનો પાકો પુરાવો રહે.

રન્ટ એગ્રીમેન્ટ કેમ છે સૌથી જરૂરી હથિયાર?

આ બધાની વચ્ચે સૌથી મહત્વની બાબત એ છે કે મકાન ભાડે લેતી વખતે હંમેશા પાકું રેન્ટ એગ્રીમેન્ટ (ભાડા કરાર) જરૂર કરાવો. આ એગ્રીમેન્ટમાં ભાડાની ચોક્કસ રકમ, દર મહિને કઈ તારીખ સુધીમાં ભાડું ચૂકવવું, સિક્યોરિટી ડિપોઝિટની રકમ અને પેમેન્ટ કઈ પદ્ધતિથી કરવામાં આવશે તે બધું જ લેખિતમાં સ્પષ્ટ હોવું જોઈએ. જ્યારે બધી શરતો શરૂઆતથી જ કાગળ પર નક્કી હોય છે, ત્યારે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ કે કાનૂની વિવાદ થવાની શક્યતા નહિવત થઈ જાય છે.

ભાડુઆત કે મકાન માલિક, ઘરમાં કઇક તુટે તો ખર્ચો કોણ કરે ? જાણી લો નવો નિયમ!

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">