
દિલ્હી અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનું શહેર છે. આ શહેરમાં ઘણા સ્મારકો છે, જે તેની રસપ્રદ વાસ્તુકલા માટે પ્રખ્યાત છે, આવી જ એક રસપ્રદ જગ્યા કુતુબ મિનાર છે. જેને વિશ્વનો સૌથી ઊંચો મિનાર માનવામાં આવે છે. પરંતુ તેની નજીક એક વિશાળ સ્તંભ પણ છે, જેને ‘લોહ સ્તંભ’ કહેવામાં આવે છે. ઘણા લોકો આ સ્તંભ વિશે જાણતા નથી, આ સ્તંભનો ઈતિહાસ જેટલો જૂનો છે, એટલો જ રહસ્યોથી ભરેલો છે. આ સ્તંભ 1600 વર્ષથી વધુ જૂનો હોવાનું મનાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે શુદ્ધ લોખંડનો બનેલો છે અને સદીઓથી ખુલ્લા આકાશ નીચે ઊભો છે, પરંતુ આજદિન સુધી તેને ક્યારેય કાટ લાગ્યો નથી. આ પોતાનામાં એક મોટું રહસ્ય છે. ત્યારે આ લેખમાં અમે તમને આ સ્તંભનો ઈતિહાસ અને તેને કાટ કેમ નથી લાગતો તેના પાછળનું કારણ શું છે, તેના વિશે જણાવીશું. લોહ સ્તંભનો ઈતિહાસ કુતુબ મિનાર સંકુલમાં સ્થાપિત આ લોહ સ્તંભનું વજન કુલ 6 ટન છે અને તેની ઊંચાઈ 7.21 મીટર અને વ્યાસ...