
એક રિપોર્ટ અનુસાર, અલ્ફાલ્ફા છોડ મંગળ ગ્રહની જવાળામુખીય માટી પર ઉગી શકે છે. કારણ કે આ છોડને પોષક તત્વો અને પાણીની ઓછી જરુર પડે છે. આ છોડની મદદથી મંગળ ગ્રહની ધરતીમાં પોષક તત્વો વધારી શકાય છે, જેથી અન્ય છોડ ઉગાડી શકાય. તે પાણીની માત્રાને સંતુલિત કરવામાં પણ ઉપયોગી સાહિત થશે.

વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ જેવી માટી અને વાતાવરણમાં આ છોડ પર પ્રયોગ કર્યો હતો. જેમાં આ ચોંકાવનારી વાત સામે આવી.