
GK Quiz : અભ્યાસની વાત આવે અને જનરલ નોલેજનો (General Knowledge) ઉલ્લેખ ન હોય તે લગભગ અશક્ય છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં જનરલ નોલેજના પ્રશ્નો હોય છે. આજે અમે તમને જનરલ નોલેજના એવા પ્રશ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે. આમાં એવા કેટલાક પ્રશ્નો છે જે તમે કદાચ પહેલીવાર સાંભળ્યા હશે. જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થશે.
આ પણ વાંચો : GK Quiz : ભારતનું એવું કયું રાજ્ય છે જે ક્યારેય અંગ્રેજોનું ગુલામ રહ્યું નથી ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને વસ્તીની દ્રષ્ટિએ તે વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. ભારતમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને 28 રાજ્યો છે. નવી દિલ્હી ભારતની રાજધાની છે. વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. જયપુર એ “પિંક સિટી” તરીકે પણ ઓળખાય છે, જે રાજસ્થાનની રાજધાની છે.
રાજસ્થાનનો વિસ્તાર 342,239 km² છે, જે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના 10.4% છે. અગાઉ મધ્યપ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય હતું. 1 નવેમ્બર 2000ના રોજ છત્તીસગઢ મધ્યપ્રદેશમાંથી અલગ થઈ ગયું અને છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું. ત્યારથી રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય માનવામાં આવે છે.