લોકો એવું વિચારી રહ્યા છે કે, MBA ચાયવાળા એટલે કે, એક એવો વ્યક્તિ કે જે MBA કરીને પણ ચાય વેંહચી રહ્યા છે. શું તમને ખબર છે તેનું અમદાવાદ સાથે શું કનેક્શન છે. નામ છે પ્રફુલ્લ બિલ્લોર પરંતુ તે ‘એમબીએ ચાયવાલા’ (MBA Chaiwala)તરીકે ઓળખાય છે. આ યુવકનો ચાનો બિઝનેસ એટલો સફળ થયો કે ટર્નઓવર કરોડોમાં પહોંચી ગયો હતો. MBAની તૈયારી માટે 20 વર્ષની ઉંમરે ઘર છોડી ગયેલા પ્રફુલ્લને ખબર ન હતી કે MBA શબ્દ તેમને એક દિવસ આખી દુનિયામાં પ્રખ્યાત કરશે. ઈન્દોરથી અમદાવાદ પહોંચેલા પ્રફુલ્લનું સપનું હતું કે આઈઆઈએમમાં એડમિશન મળે અને સારા પેકેજ સાથે નોકરી મળે,
પરંતુ એમબીએમાં સફળતા ન મળતા પ્રફુલ્લએ ચાનો સ્ટોલ ખોલવાનું વિચાર્યું અને તેનું નામ ‘એમબીએ ચાયવાલા’ રાખ્યું. જે આજે યુવાનોમાં એક બ્રાન્ડ બની ગઈ છે. તો ચાલો જાણો પ્રફુલ્લ બિલ્લૌરની સફળતા પાછળની રસપ્રદ સ્ટોરી વિશે.
પ્રફુલ્લ બિલ્લૌરે આઈઆઈએમ અમદાવાદમાંથી એમબીએ કરવા માંગતો હતો, પરંતુ સફળતા ન મળતાં તેઓ દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરો તરફ વળ્યા પરંતુ તેમને અમદાવાદમાં રહેવાનું મન થયું. પ્રફુલ્લને અમદાવાદ શહેર એટલું ગમ્યું કે તેણે ત્યાં સ્થાયી થવાનું વિચારવાનું શરૂ કર્યું. તેનું સપનું બિઝનેસ કરવાનું હતુ. તેનો ધ્યેય એ હતો કે, મારે ઓછા પૈસામાં વધારે કમાણી કરવી છે. પૈસા માટે કંઈક કરવું પડશે, આ વિચારીને પ્રફુલ્લએ અમદાવાદમાં મેકડોનાલ્ડ્સમાં નોકરી કરી અહીં પ્રફુલે ગ્રાહક હેન્ડલિંગ કરવાનું શીખ્યો. ત્યારબાદ તેનો ધ્યેય માત્ર એક હતો કે ઓછા પૈસા સાથે કોઈ બિઝનેસ શરુ કરે. કારણ કે જો કામ ચાલશે નહિ તો પણ ખોટ જશે નહિ. તે એવું પણ વિચારતો હતો કે, કોઈ પણ કરી શકે. તો આ માટે ચા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો.
ચા ભલે અલગ અલગ ટેસ્ટની મળે પરંતુ તે દેશના કોઈ પણ ખુણે આસાનીથી મળી જાય છે. બસ આજ રીતે પ્રફુલે આઈઆઈએમના ગેટની સામે ચાની દુકાન નાંખી. અને નામ આપ્યું ‘Mr. Billore Ahmedabad Chaiwala’ બસ અહિ થી પ્રફુલે પોતાની સ્ટાઈલ અને વાતોથી પહેલા ઓફલાઈન અને પછી ઓનલાઈન ગ્રાહકોને આકર્ષિત કર્યા હતા. આમ જ સમય જતા એક સામાન્ય ચાની દુકાન ખોલનાર વ્યક્તિ બસ થોડા જ સમયમાં એક મોટી બ્રાન્ડ બની ગયો.તેણે પોતાની વાતોથી સોશિયલ મીડિયા પર લોકોને પ્રેરિત કર્યા હતા. તે જાણતો હતો કે, તે ચા વેંહચીને પૈસાદાર બની શકશે નહિ, આ માટે તેણે પોતાની બુધ્ધિ દોડાવી અને લોકોને કહ્યું કે, તેઓ પણ ઓછા પૈસે પૈસાદાર બની શકે છે.
આ માટે અનેક લોકો તેની વાતોમાં આવી ગયા કોઈ પોતાની જમીન વેંહચી નાંખી કોઈ મકાન અને સોના ચાંદી વેંહચીને પણ લોકોએ તેમની ફેન્ચાઈઝી ખરીદવામાં રસ દેખાડ્યો હતો. આલોકોનું કહેવું હતું કે, પ્રફુલની ટીમે કીધું હતુ કે, તેને દરરોજના 10 થી 12 હજાર રુપિયાનો બિઝનેસ થશે તેવા વચનો પણ આપ્યા હતા.પરંતુ સમય જતા આ ફેન્ચાઈઝ સારી ચાલી નહીં અને લોકોના પૈસા પાણીમાં ડુબી ગયા. તે પણ કાંઈ ખાસ કમાણી કરી રહી ન હતી. આજની તારીખે તેમની દુકાને ન ચાલવાથી બંધ કરી દીધી છે. લોકોએ એમબીએ ચાયવાળાની ફ્રેન્ચાઈઝી આકર્ષાયને ખરીદી લીધી હતી પરંતુ આજે પણ અનેક એવી દુકાનો છે જ્યાં આજે તાળા લાગી ચૂક્યા છે.
આજે તમામ લોકો પ્રફુલ પર આરોપ લગાવી રહ્યા છે અને તેની સાથે છેતરપિંડી થઈ તેવી ફરિયાદો પણ કરી રહ્યા છે. પરંતુ શું ખરેખર પ્રફુલે લોકો સાથે છેતરપિંડી કરી છે. આ પહેલા તેના ફેન્ચાઈઝી મોડલને સમજવું ખુબ જરુરી છે. ફેન્ચાઈઝી એટલે કે, કોઈ પણ કંપનીનું નામ ટ્રેંડ માર્ક અને તેને વેંહચવા માટેના અધિકારો પણ ખરીદવા.કંપનીના ચાહકો યંગસ્ટર જ છે. કારણ કે, યંગસ્ટર ક્યારે પણ ચા માટે વધારે પૈસા ન ખર્ચે. લોકો ચાની નાની દુકાન પર જ ચાની ચુસકી લેતા જોવા મળશે. તો આ તમામ વાતો સમજવા માટે આ વીડિયો જોવો ખુબ જરુરી છે.
નોલેજના સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો